સુરત : સ્વામિનારાયણનાં સાધુ લાખો રૂપિયાની નકલી નોટો અને પ્રિન્ટર સાથે ઝડપાયા

News18 Gujarati
Updated: November 24, 2019, 3:57 PM IST

ક્રાઇમ બ્રાંચે વિવિધ ટીમો બનાવીને ખેડા જિલ્લાનાં ઠાસરા ગામે પહોંચી હતી. જ્યાંથી સ્વામી રાધાસ્વામીની અટકાયત કરીને સુરત લઇ આવવામાં આવ્યાં છે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત (Surat) ક્રાઇમ બ્રાંચને (crime branch) થોડા સમય પહેલા જ જાણકારી મળી હતી કે, સુરતમાં મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટો (currency notes) આવી રહી છે. તે અંગે સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તપાસ કરતાં હતાં. જેમાં ગઇકાલે મોડી રાતે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં વડતાલનાં રાધારમણ સ્વામીનું (Radharaman swami) નામ ખુલ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાંચે વિવિધ ટીમો બનાવીને ખેડા જિલ્લાનાં ઠાસરા ગામે પહોંચી હતી. જ્યાંથી સ્વામી રાધાસ્વામીની અટકાયત કરીને સુરત લઇ આવવામાં આવ્યાં છે. સ્વામી સાથે લાખો રૂપિયાની નકલી નોટો અને નોટો છાપવાનું પ્રિન્ટર પણ મળી આવ્યું હતું.

હાલ સુરત ક્રાઇમ બ્રાંચ સ્વામી રાધારમણની પૂછપરછ કરી રહ્યાં છે. બની શકે કે આમાં મોટા ખુલાસાઓ સામે આવી શકે છે. આ યુવકની જેમ અન્ય કેટલા લોકો આ ગોરખધંધામાં સંડોવાયેલા છે તેની પણ માહિતી મેળવાશે. આ ઉપરાંત તેઓ આ ધંધા સાથે કેટલા સમયથી જોડાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : IAS પરીક્ષામાં નિષ્ફળ જતા યુવક છાપવા લાગ્યો નકલી નોટો, આવી રીતે થયો ખુલાસો

મહત્વની વાત છે કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી રાધારમણ નકલી નોટો છાપતાની જાણકારી ફેલાતા આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો : અમદાવાદની 17 બેંકોમાંથી ત્રણ મહિનામાં 5.41 લાખની નકલી નોટો મળી આવી
First published: November 24, 2019, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading