Home /News /south-gujarat /સુરત : 1 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, યુવાધનને બરબાદ કરવાના કાવતરાનો પર્દાફાશ

સુરત : 1 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, યુવાધનને બરબાદ કરવાના કાવતરાનો પર્દાફાશ

સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

રાજ્યમાં એક અઠવાડિયામાં ત્રીજું મોટું નેટવર્ક ઝડપાયું, અમદાવાદ, અરવલ્લી બાદ સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યુ ડ્રગ્સ

છેલ્લા લાંબા સમય થી જાણે ગુજરાત ઉડતા ગુજરાત તરીકે જાણીતું થયું હોય તેમ સતત નશીલા પદાર્થ વેચાણ કરતા લોકો પોલીસ (Drugs network in Gujarat) પકડ માં આવી રહ્યા છે. ત્યારે કરોડો રૂપિયાના ડ્રગ્સ જાણે છેલ્લા 2 થી 3 દિવસ થી પોલીસ ને મોટા પ્રમાણ માં ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી છે ત્યારે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ (surat crime branch) પોલીસે એક યુવક ને રૂપિયા 1 કરોડ કરતા વધુના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગુજરાત માં જાણે નશીલા પદાર્થનું સેલ ખુલ્યું હોય તેમ  છેલ્લા લાંબા સમય  વેચાણ સતત થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતનું યુવાધન આ નશીલા પદાર્થ ના રવાડે ચડી ને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

ગુજરાતમાં નશીલા પદાર્થ ને લઇને ગુજરાત જાણે ઉડતા ગુજરાત તરીકે ઓળખવા લાગતા સરકાર દ્વારા આવા નશીલા પદાર્થ વેચાણ કરવાનું નેટવર્ક પકડી પાડવાના આદેશ બાદ સતત ગુજરાત માંથી એમડી ડ્રગ્સના (MD Drugs) કંસાઈમેન્ટ પોલીસ ઝડપી રહી છે.

આ પણ વાંચો :  સુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ
" isDesktop="true" id="1027730" >

ત્યારે છેલ્લા 2 થી 3 દિવસ માં મોટા પ્રમાણ માં ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે ત્યારે સુરત ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગતરોજ મોડી રાત્રે સુરત ના ડુમસ વિસ્તારમાં એક યુવાન ને પોલીસે ઝડપી પાડ્યો હતો જોકે આ યુવાન ઝડપાયા બાદ તેની પાસેથી એમડી ડ્રગ્સ નો મોટા પ્રમાણ જથ્થો મળી આવ્યો હતો. અંદાજીત 1 કરોડ કરતા વધુનો ડ્રગ્સ મળી આવતા પોલીસે આ ઈસમ ની ધરપકડ કરી આ યુવાન આ નશીલા પદાર્થ ક્યાંથી લાવીયો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : 1 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા, ASIને સાથે રાખી ડિલિવરી થતી હતી

અમદાવાદમાં ASI સાથે ઝડપાયા હતા પેડલરો

અગાઉ 13મી સપ્ટેમ્બરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime branch) MD ડ્રગ્સનો (MD Drugs) જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ (CTM) પાસેથી ચાર આરોપીની કરી અટકાયત. ડ્રગ્સનીં કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખી ડિલિવરી કરતા પોલીસકર્મીની પણ કરાઈ ધરપકડ.

આ પણ વાંચો :  સુરત : પિતરાઈ બહેન-બનેવી અને Viral બીભત્સ તસવીરોનો કિસ્સો, પરિણીતાએ નોંધાવી ફરિયાદ

ફિરોઝ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને એએસઆઈ છે (ASI). આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવતા હતા. ઝડપાયેલા પૈકનો મુખ્ય બદમાશ વર્ષ 2019માં શહેઝાદ છે. આ શખ્સની ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ સાથે વર્ષ 2019માં ધરપકડ કરી હતી. શહેઝાદ પેરોલ જમ્પ કરી ફરી ડ્રગ્સનો વ્યવસાય કરતો હતો. (ASI ફિરોઝ)
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Crime news, Drug Case, NCB, Surat Crime, Surat police, ગુજરાતી ન્યૂઝ, ડ્રગ્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन