સુરત: ચોર માત્ર કારમાં પડેલી વસ્તુઓની કરતો હતો ચોરી, આ રીતે ઝડપાયો
સુરત: ચોર માત્ર કારમાં પડેલી વસ્તુઓની કરતો હતો ચોરી, આ રીતે ઝડપાયો
પોલીસે ઉદય પંડયા પાસેથી લેપટોપ, મોબાઈલ, રોકડ તથા જુદી જુદી બેંકોની પાસબુક- ચેકબુક તથા અગત્યના દસ્તાવેજો કબ્જે કર્યા હતા.
Surat news: ઘરનું ગુજરાન ચલાવવા માટે અલગ અલગ વિસ્તારમાં ચાલતો - ચાલતો ફરી રસ્તા પર પાર્ક કરેલ જુદી જુદી ફોરવ્હીલ કારના આગળ- પાછળના દરવાજા ચાલાકીથી ખેંચી ચેક કરીને ચોરી કરતો હતો.
આ વસ્તુઓ મળતા જ પોલીસની પુછપરછમાં આરોપી ઉદય પંડયાએ જણાવ્યું હતુ કે, પોતે એકાદ વર્ષ પહેલા હીરાના કારખાનામાં નોકરી હતો જેમાં નુકસાનના કારણે નોકરી છુટી જતાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પોતે ઉમરા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અલગ અલગ વિસ્તાર જેવા કે ઘોડદોડ રોડ, પીપલોદ તથા ન્યુ વી.આઈ.પી.રોડ જેવા પોશ વિસ્તારોમાં ચાલતો - ચાલતો ફરી રસ્તા પર પાર્ક કરેલ જુદી જુદી ફોરવ્હીલ કારના આગળ- પાછળના દરવાજા ચાલાકીથી ખેંચી ચેક કરતો હતો. દરમિયાન જે ફોરવ્હીલ કારનો દરવાજો ખુલ્લો હોય અથવા તો ગાડીનો કાચ ખુલ્લો હોય તેની કારને ટાર્ગેટ કરી તેમાં આગળ- પાછળની સીટ પર મુકેલા મોબાઈલ, લેપટોપ, રોકડા રૂપિયા કે અન્ય સરસામાન ભરેલ બેગની ચોરી કરી તે બેગમાં રહેલા રોકડા રૂપિયા પોતાના અંગત વપરાશમાં વાપરી નાંખતો હતો.
પકડાઈ જવાની બીકમાં લેપટોપ, ભરેલ બેગ પોતાના ઘરના માળીયામાં જ સંતાડીને રાખતો હોવાની કબુલાત કરતાં પોલીસે આરોપી ઉદય પંડયા પાસેથી અલગ અલગ કંપનીના 06 નંગ લેપટોપ, 3 નંગ મોબાઈલ, મળી કુલ રૂ. 1,71,500ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યોછે. આ ઉપરાંત આરોપી ઉદય પંડયા પાંચેક મહિના પહેલા ઘોડદોડ રોડ ખાતે આવેલી એ.સી. અભિનંદન માર્કેટ ખાતે રીટ્સ સ્કેવર ખાતે લેપટોપ બેગ જેમાંથી એક લેપટોપ અને અગત્યના કાગળો ચોરી તથા બે એક મહિના અગાઉ વી.આર. મોલની સામેની ગલીમાંથી પાર્ક કારમાંથી લેડીઝ પર્સમાંથી આશરે 400 જેટલા ડોલરની ચોરી કરી હતી. ઉપરાંત આશરે છ - સાત મહિના અગાઉ પીપલોદ હ્યુન્ડાઈના શોરૂમની બહાર પાર્ક કરેલ ગાડીમાંથી એક એચ.પી. કંપનીનું લેપટોપ તથા અગત્યના કાગળો ભરેલ લેપટોપ બેગની ચોરી સહિત 10 જેટલાઓ ગુનાઓ ઉકેલાય ગયા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર