સુરત: રૂપિયા 22 લાખના ગાંજા કેસનો વોન્ટેડ આરોપી વતનમાં કામ ન મળતા ફરી સુરત આવ્યો અને ઝડપાયો

સુરત: રૂપિયા 22 લાખના ગાંજા કેસનો વોન્ટેડ આરોપી વતનમાં કામ ન મળતા ફરી સુરત આવ્યો અને ઝડપાયો
આરોપી.

સુરત પોલીસે નશાનો કારોબાર કરતા લોકો સામે ખાસ મુહિમ ચલાવી હતી, જેમાં પોલીસને અનેક લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

  • Share this:
સુરત: સુરતના કતારગામ (Katargam- Surat) ખાતે આવે ગજેરા સર્કલ પાસે પોલીસે એક ટેમ્પામાંથી 200 કિલોગ્રામ ગાજો (200 kilogram Marijuana) કે જેની કિંમત 22 લાખ રૂપિયા થાય છે, ઝડપી પાડ્યો હતો. આ જથ્થો મંગાવનાર યુવાન પોતાના વતન ઓડિશા (Odisha) ખાતે ભાગી છૂટ્યો હતો. પરંતુ કોરોના (Coronavirus)ને લઈને વતનમાં કામ નહીં મળતા તે ફરી રોજીરોટી માટે સુરત આવ્યો હતો. સુરત આવતા જ પોલીસે (Surat police) તેની ધરપકડ કરી લીધી હતી.

સુરત પોલીસે નશાનો કારોબાર કરતા લોકો સામે ખાસ મુહિમ ચલાવી હતી, જેમાં પોલીસને અનેક લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે જાન્યુઆરીની 23 તારીખે ગજેરા સર્કલ પાસેથી એક નારિયેળ લઈ જતા ટેમ્પોમાંથી રૂપિયા 22.04 લાખનો 200 કિલો 400 ગ્રામ ગાંજાનો જથ્થા ઝડપ્યો હતો.આ પણ વાંચો: ખુરશી મોહ: સુરતમાં ભાજપના નગરસેવિકા ડેપ્યુટી કમિશનરની ખુરશીમાં બેસી ગયા!

પોલીસે ટેમ્પોના ચાલક ચંદ્રસિંહ પ્રતાપસિંહ સીસોદીયાની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે ગાંજો ભરાવનાર સાયણના સરોજકુમાર ઉર્ફે વિકી સુરેન્દ્ર પન્ડાને ઝડપવા એક ટીમ ઓડીશા મોકલી હતી. પોલીસની તપાસમાં સુરત ખાતે રેલવે ટ્રેક નજીક ચોરી છૂપીથી ગાંજો વેચતા બિચિત્ર ઉર્ફે બીચ્છી પ્રફુલ જૈનાનું નામ ખુલ્યું હતું. તે વતન ભાગી ગયાની શક્યતાના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે, તે મળ્યો ન હતો.

આ પણ વાંચો: અમદાવાદ: 'સાસુ કહેતા તું કાળી છે, સસરા કહેતા તારામાં ભૂત છે, પતિ કહેતો તું બીજા સાથે ચાલુ છે'

આરોપી પોતાના વતન ઓડિશા ખાતે ભાગી છૂટ્યો હતો. જોકે, કોરોનાને લઇને વતન ભાગી છૂટેલા આરોપીને કોઈ કામધંધો ન મળતા તે રોજીરોટી માટે ફરી સુરત ખાતે આવ્યો હતો. તે વરાછા મોદી મહોલ્લાના નાકા ખાતે રહેતો હતો. પોલીસે આ બાતમીના આધારે કરેલા દરોડામાં આરોપીને ઝડપવમાં સફળથા મળી હતી.

આ પણ વાંચો: સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મૉડલ યુવતીને લગ્ન માટે દબાણ કરી જાહેરમાં ફટકારી


આ પણ વાંચો: રાજકોટ: જન્મદિને પતિ અને દિયર વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત!


આરોપીની પોલીસે પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો પોતે વેચાણ માટે લાવ્યા બાદ વતન ભાગી છૂટ્યો હોવાની કબૂલાત કરી હતી. યુવકને કહેવા પ્રમાણે વતનમાં કામ ન મળતા રોજીરોટી કમાવા માટે સુરત આવ્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:May 11, 2021, 08:57 am

ટૉપ ન્યૂઝ