'મેં સુરત સિવિલમાં 70-80 લાશ જોઈ હતી,' ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ડ્રાઇવરની ધરપકડ


Updated: July 15, 2020, 10:25 AM IST
'મેં સુરત સિવિલમાં 70-80 લાશ જોઈ હતી,' ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ડ્રાઇવરની ધરપકડ
ઓડિયો ક્લિપ વાયરલ કરવા મામલે બે લોકોની ધરપકડ.

રાજ્યમાં બે-ચાર દિવસથી 108ના ડ્રાઇવર તરીકે ઓળખ આપતા એક વ્યક્તિની તેના પચિરિચ સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે.

  • Share this:
સુરત : શહેરમાં કોરોના વાયરસ (Coronavirus Surat)ને લઈ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ બધા વચ્ચે 108 એમ્બ્યુલન્સ (108 Ambulance Driver)ના એક ડ્રાઇવરની તેના પરિચિત સાથેની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ (Viral Audio Clip) થઈ હતી. આ ઓડિયો ક્લિપ વાયરલ કરનાર 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે 108ના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપનાર વ્યક્તિ ખરેખર એક ખાનગી હૉસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. 108માં નોકરી દરમિયાન ગેરવર્તન બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

શહેરમાં એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ ફૅક તેમજ વાયરલ મેસેજનો કહેર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે 108ની સેવા હંમેશા લોકોના જીવ બચાવતી હોય છે. પરંતુ લોકોના જીવ બચાવતી આ જ 108 સેવા પર ગંભીર આરોપ લગાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. બે દિવસ અગાઉ સાંજે ક્રાઇમ બ્રાન્ચને એક ઓડિયો કલીપ મળી હતી. 8 મિનિટ અને 19 સેકન્ડની આ ઓડિયો ક્લિપમાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર રમેશભાઈ તેમના પરિચિત ચંદુભાઈ સાથે વાત કરે છે. જેમાં સુરતમાં કોરોનાની સ્થિતી કાબૂ બહારની થઇ ગઈ છે અને રોજ 70 થી 80 મોતની સામે સરકાર 3 થી 4 મોત જ બતાવે છે તેમ કહી બચવું હોય તો વતન ચાલ્યા જવાની સલાહ આપે છે.

હૉસ્પિટલોમાં બેડ ખાલી નથી તેથી દિવાળી સુધી વતનમાં જ રહેવામાં ભલાઈ છે તેવું રમેશભાઈ જણાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ એવું પણ કહી રહ્યા છે કે એકતા ટ્રસ્ટવાળા રોડ ઉપર મંડપ બાંધી લાશો મૂકે છે. હું બીતો નથી પણ બે ત્રણ દિવસમાં લાશો જોઈ ગભરાઈ ગયો છું. દારૂ પીવું છું એટલે જોઈ શકું છું તેવું પણ રમેશભાઈ ઓડિયો ક્લીપમાં કહેતા સંભળાય છે. આ કલીપ જીજે-5 મોટા વરાછા ગ્રુપમાં મૂકાયેલી હતી.નીચે વીડિયોમાં જુઓ : રાજ્યમાં કોરોનાને કહેર

ક્રાઈમ બ્રાન્ચે આ ઓડિયો કલિપ ફરતી કરનાર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે વર્ષે 2016 થી 2017 દરમિયાન 108ના ડ્રાઇવર તરીકે કામ કરતા રમેશ ભાયાણી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા. આ ઉપરાંત ગેરવર્તણૂંકને લઈને તેને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા. હાલ તે એક હૉસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. રમેશભાઈ ઉપરાંત ક્લિપ વાયરલ કરનાર રમેશ સવાણી નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ક્રાઇમ બ્રાંચે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 15, 2020, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading