સુરત : લૂંટારૂને લાલચ ભારે પડી! મહિધરપુરાના આંગડિયાની 15 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

સુરત : લૂંટારૂને લાલચ ભારે પડી! મહિધરપુરાના આંગડિયાની 15 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
મહિધરપુરામાં આંગડિયું લૂંટનાર રાજસ્થાની શખ્સ ઝડપાયો

મહિધરપુરામાં છ દિવસ પહેલાં સીબીઆર બાઇક પર આવી અને આંગડિયા પેઢીના કર્મચારીનો થેલો ઝૂંટવી ભાગી ગયો હતો આ શખ્સ

  • Share this:
સુરતમાં આજથી સાત દિવસ પહેલા સુરતનાં મહિધરપુરા વિસ્તારમાં આવેલ ભવાનીવાડ પાસે આવેલી અંબાલાલ આંગડીયા પેઢીમાંથી રોકડા રૂ.15 લાખ લઇને ‌નિકળેલા આંગડીયા પેઢીના કર્મચારીને નજીકમાં જ આવેલી થોભા શેરીના નાકે એક બાઇક ઉપર આવેલા બે અજાણ્યાઓએ પાછળથી રૂ.15 લાખ ભરેલી બેગ લુંટી લઇ નાસી ગયા હતા. બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને નજીકમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરીને લુંટારૂઓ સુધી પહોંચવાના ચક્રો પોલીસે ગ‌તિમાન કર્યા હતા. આ કેસમાં પોલીસે રાજસ્થાનથી અમદાવાદ આવી અને ચોરયાવ બાઇક પર લૂંટ કરનાર શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ બીજી લૂંટ કરે તે પહેલાં પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

બનાવની વિગતો એવી છે કે ભવાની વાડ ખાતે આવેલી અંબાલાલ મોહનલાલ આંગડીયા પેઢીનો કર્મચારી મંગારામ ડાંગી આજે સાંજના 6 વાગ્યાના સુમારે પેઢીની ઓફીસમાંથી રોકડા રૂ.15 લાખ લઇને એક બેગમાં ભરી ચાલતો ચાલતો નજીકમાં થોભા શેરીમાં આવેલી બીજી આંગડીયા પેઢી રામચંદ્ર આંગડીયામાં જમા કરાવવા માટે ‌નિકળ્યો હતો.઼સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલો શખ્સ મૂળ રાજસ્થાનનો વતની


મંગારામ ચાલતો ચાલતો થોભા શેરીના નાકે પહોંચ્યો તે જ સમયે પાછળથી એક બાઇક ઉપર બે જણા આવ્યા હતા અને પાછળ બેઠેલા વ્ય‌ક્તિએ અચાનક મંગારામના હાથમાંથી 15 લાખ ભરેલી બેગ ઝૂંટવી લઇ તરત જ બાઇક ભગાવી બંને જણા નાસી ગયા હતા

આ પણ વાંચો : સુરતમાં Corona બેકાબૂ: 24 કલાકમાં 483 કેસ, આ વિસ્તારો છે સૌથી મોટા હોટસ્પોટ

આ લૂંટ ચલાવનાર લૂંટારું પહેલી લૂંટ કર્યા બાદ બીજી લૂંટ કરવા માટે પિસ્તોલ સાથે સુરતમાં આવ્યાની જાણકારી મળતા પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે પરવત પાટીયા ગોડાદરા રોડ પર આવેલ કેપીટલ સ્કવેર ચોકડી જાહેર રોડ પરથી આરોપી અમિત ભગવાન રામ ગેહલોત જે મૂળ રાજસ્થાનના જાલોર શહેરનો વતની છે તે એક પિસ્તોલ સને કાર્ટીસ સાથે ફરી રહ્યો છે.જોકે પોલીસે આ ઈસમને ઝડપી પડ્યો ત્યારે તેની પાસેથી પિસ્તોલ કાર્ટિજ સાથે એક બાઈક મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી આ ઈસમ ની પૂછપરછ કરતા તેણે પોતે પોતાના મીત્ર શેખર બિશ્નોઈ જે રાજસ્થાનો છે તેની સાથે  મળી સુરત શહેરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમનો થેલાની લૂટ કરવા માટે તા . 13 માર્ચના રોજ અમદાવાદ શહેર ગોમતીપુર વિસ્તારમાંથી એક હોન્ડા સી.બી.આર.બાઇક નંબર GJ-27-AS-6254 ની ચોરી કરી હકી,

આ પણ વાંચો : સુરત : હીરાના કારખાના બંધ કરાવવા ગયેલા SMC કર્મચારીને દોડાવી દોડાવી ભગાવ્યા, Video થયો Viral

આ બાઈકની નંબર પ્લેટ કાઢી ફેકી દઈ તે બાઇક ઉપર બેસી સુરત ખાતે આવી સુરત શહેરના મહીધરપુરા વિસ્તારમાં આંગડીયા પેઢીના આજુબાજુના વિસ્તારોમાં ફરી મહીધરપુરા વિસ્તારના ધોબી શેરીમાંથી રોકડ રકમનુ પાર્સલનો થેલો લઇ પસાર થતા આંગડીયા પેઢીના કર્મચારીના બાજુમાં લૂટ કરી રાજસ્થાનના ઝાલોર ખાતે નાસી ગયો હતો.

લૂંટમાં આવેલા રૂપિયાની બંનેએ ભાગબટાઈ કરી હતી. જોકે થોડી દિવસ પહેલા  ત્યારબાદ તેના મિત્ર શેખરે સુરત શહેરમાં ફરીથી લૂંટ કરવાનું આયોજન કરવાનું કહી શેખર સીધો સુરત ખાતે આવી જશે તેમ જણાવતા અમીત સુરત ખાતે બે કાર્ટીઝ ભરેલી પિસ્ટલ તેમજ ચોરીની મો.સા તથા અગાઉની ચીલ ઝડ૫ના તેના ભાગે આવેલ રોકડા રૂપિયા સાથે સુરત આવતા પોલીના હાથે ઝડપાઈ ગયો હતો.
Published by:Jay Mishra
First published:March 22, 2021, 21:48 pm

ટૉપ ન્યૂઝ