સુરત : મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 3 લોકોને ઝડપી 30 ગુનાનો ભેદ ઉકેલાયો

બે સગીર સહિત એક શખ્સ ને પોલીસે ઝડપી કુલ 57 મોબાઈલ અને રોકડ મળી 5 લાખ રુપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

News18 Gujarati
Updated: October 6, 2019, 6:04 PM IST
સુરત : મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 3 લોકોને ઝડપી 30 ગુનાનો ભેદ ઉકેલાયો
સુરત : મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 3 લોકોને ઝડપી 30 ગુનાનો ભેદ ઉકેલાયો
News18 Gujarati
Updated: October 6, 2019, 6:04 PM IST
કિર્તેશ પટેલ, સુરત : સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલની ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. બે સગીર સહિત એક શખ્સ ને પોલીસે ઝડપી પાડી કુલ 57 મોબાઈલ અને રોકડ મળી 5 લાખ રુપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એવી ગેંગને ઝડપી પાડી છે જેનો ત્રાસ સુરતમાં છેલા થોડા દિવસોથી વધી રહ્યો હતો. છેલા થોડા સમયથી શહેરમાં મોબાઈલની ચોરી અને રસ્તા પરથી મોબાઈલ ઝૂંટવી લેવાની અનેક ફરિયાદો સામે આવી રહી હતી. દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આવી એક ગેંગને ઝડપી પાડવાની સફળતા હાથ લાગી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે સગીર સહિત એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેમની પાસેથી પોલીસે ચોરી અને લૂંટના 57 મોબાઈલ કબજે કર્યા છે.

આ પણ વાંચો - સુરતના વેપારીએ કાપડ પર મિલ્કત દસ્તાવેજ કરાવ્યો, દુનિયામાં પ્રથમ ઘટના

અબુ અમીર ઉર્ફે લાલા ચોરી કરાયેલા અને લૂંટ કરાયેલા મોબાઈલ ખરીદતો હતો.ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે પોલીસે આ આખા રેકેટ ને ઝડપી પડ્યું છે. પોલીસે અબુની સાથે બે કિશોર સાગરીતો ને પણ ઝડપી પડયા છે. દરમ્યાન તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ આખા રેકેટમાં મુખ્ય માસ્ટર માઈન્ડ મોબાઈલની ખરીદી કરનાર અબુ અમીર જ છે. અબુ અમીર નવા નવા છોકરા પાસે મોબાઈલની ચોરી અને લૂંટ કરાવતો હતો.જે માટે અબુ અમીર તમને લૂંટ કરવા માટે મોટરસાયકલ પણ ભાડેથી આપતો હતો. ઉપરાંત લોકોની નજર ચૂકવી કે ઓટો રિક્ષામાં મુસાફરો સાથે ધક્કામૂકી કરી મોબાઇલની ચોરી પણ તે તેની ગેંગ પાસે કરાવતો અને બાદમાં તેમની પાસેના ચોરી મોબાઈલ તે ખરીદી લેતો હતો. અબુ આ પ્રકારની આઠ વ્યક્તિની ગેંગ બનાવી મોબાઇલની ચોરી કરાવતો હોવાનું પોલીસ તપાસમા જાણવા મળ્યું છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ગેંગની સઘન પૂછપરછ કરતા ચોરી ઉપરાંત લૂંટ કરાયેલા મોબાઈલની તપાસ કરતા સુરતના જુદા જુદા 12 પોલીસ મથકના 30 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. કિશોર સહિત અબુ અમીર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. પકડાયેલ બંને સગીર આરોપીઓ અગાઉ મોબાઈલ ચોરી ,વાહન ચોરી ,ચેઇન સ્નેચિંગ જેવા 5 જેટલા ગુનાઓમાં પકડાઈ ચુક્યા છે જ્યારે મુખ્ય આરોપી અબુ મોબાઈલ ચોરીના 6 ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે.
First published: October 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...