સુરત : એમ્બ્રોડરીના ધંધામાં (Embroidery) નુકસાન (Loss) જતા વાહન ચોરી (Vehicle Theft)કરી ને વેચવાની ફિરાકમાં રહેતા એક આધેડને સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) પોલીસે (Police) ચોરીની (stalled) 15 ગાડી સાથે ઝડપી પાડીને 18 જેટલા ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જોકે પડાયેલ આરોપી ગાડી વેચવાની ફિરાકમાં હતો તે સમયે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આધેડ (arrested man) મૂળ સૌરાષ્ટ્રના (Saurashtra)ના જૂનાગઢ (Junagadh)નો વતની હોવાનું ખુલ્યું છે. આ આધેડ આરોપી સુરતના સરથાણા વિસ્તારમાં રહેતો હતો અને સમગ્ર શહેરના ખૂણે ખૂણેથી ગાડીઓ ઉઠાવતો હતો.
બનાવની વિગત એવી છે કે સુરત શહેરમાં લાંબા સમયથી વાહન ચોરીની ઘટના માં સતત વધારો થઈ રહ્યો હતો. જેને લઇને આવા વાહન ચોરી કરતા ઈસમોને ઝડપી પાડવા માટે પોલીસે સતત બાતમીદારોને એક્ટિવ કર્યા હતા. ત્યારે પોલીસ ને એક બાતમી મળી હતી જેન આધારે વર્કઆઉટ કરીને પોલીસે મૂળ જૂનાગઢના વતની અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક ઈસમે ઝડપી પાડ્યો છે. આ ઈસમ ચોરીની ગાડી વેચવા પેરવી કરી રહ્યો હતો તે સમયે ઝડપી પાડી તેની પાસેથી ચોરીની 15 જેટલી મોટર સાઇકલ મળી આવતા ચોરીના 18 જેટલા ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
આરોપી પહેલા એમ્બ્રોડરીનું જોબ વર્ક કરતો હતો પણ ધંધામાં ખોટ જતા પોતાની નુકશાની કવર કરવા ચોરીના રવાડે ચડ્યો હતો. જોકે પોલીસે આ ઈસમ પાસેથી 2.60 લાખનો મુદામાલ કબજે કરી તે તપાસ શરુ કરી છે.
ક્યા વાહનોની માંગ છે તે જાણીને જૂની ગાડીઓની ચોરી કરતો હતો
આરોપી રોહિત ઉફે પ્રદીપ નાકરાણી એમ્બ્રોડરી ખોટ જતા પહેલા તો તેને ચોરી કરતા પહેલા બજારમાં ક્યાં વાહનોની માંગ છે તે વિષે જાણકારી મેળવી અને ત્યાર બાદ હીરોહોન્ડા કંપનીની જૂની મોટરસાઇકલ અને મોપેડ ચોરી કરવાની યોજના બનાવી આ ઈસમ વાહન હોય ત્યાં જતો અને સ્ટેરીંગ લોક વગરની ગાડીને પહેલાં પસંદ કરતો હતો કારણકે જૂની ગાડી થતા તેના સ્ટેરીંગ લોક નહિ હોવાને લઇને ચોરીમાં સરળતા રહેતી હતી.
ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી બાઇક ચોરી રફૂચક્કર થઈ જતો
જોકે ત્યાર બાદ ડુપ્લીકેટ ચાવીથી એન્જીન લોક ખોલીને ચોરી કરતો હતો જોકે ચોરીની ગાડી એક જગ્યા પર ભેગી કરીને તે વેચવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે આ ઈસને ઝડપી પડ્યો હતો જોકે આરોપી ની પૂછપરછમાં વાહન ચોરી ના અનેક ભેદ ઉકલાશે તેવી આશંકા પણ પોલીસે વ્યક્ત કરીને વધુ તપાસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર