સુરત : ભાઈએ ભાઈની હત્યા કરી મૃતદેહ દાટી દીધો હતો, ક્રાઇમ બ્રાન્ચે ખૂની ખેલનો ભાંડો ફોડ્યો


Updated: September 11, 2020, 2:02 PM IST
સુરત : ભાઈએ ભાઈની હત્યા કરી મૃતદેહ દાટી દીધો હતો, ક્રાઇમ બ્રાન્ચે ખૂની ખેલનો ભાંડો ફોડ્યો
ક્રાઇમ બ્રાન્ચે કબરમાં દાટેલા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે

પિતાએ દત્તક લીધેલા ભાઈએ મોબાઈલ અને પૈસાની ચોરી કરી હતી, ભાઈએ મિત્રો સાથે મળી હત્યા કરી લાશને કબ્રસ્તાનમાં જઈ દાટી દીધી હતી

  • Share this:
સુરતના ઉધના વિસ્તર (Surat udhana)માં આજથી એક મહિલા પહેલાં રૂમમાંથી રૂપિયા 9,500 અને એક મોબાઈલની ચોરી થઈ હતી. જોકે આ ચોરી ભાઈ દ્વારા કરવામાં આવતા ભાઈએ ભાઈને મિત્રો સાથે પકડી પાડી એક રૂમમાં ઢોર માર મારતા તેનું મોત થયું હતું. જોકે મિત્રો સાથે ભાઈની દફન વિધી કરવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી પકડી પડી મરનાર યુવાનનો મૃતદેહ બહાર કાઢી પી.એમ માટે મોકલી આપ્યો છે અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં ગુનાહિત કૃત્યોની (Surat crime) વણથંભી વણજારમાં વધુ એક ખૂની (Murder of step brother) ખેલ ઉમેરાયો છે.  જોકે, આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મરનાર વ્યક્તિ આરોપીના પિતા દત્તક લીધેલો (Step brother)દીકરો હતો. આમ ભાઈએ ભાઈની હત્યા કરતા ચકચાર  મચી ગઈ હતીય

સુરત ના ઉધાનમાં રહેતા રહેતા અબ્દુલ રહીમ  ના રૂમમાં થી રોકડા રૂપિયા 9500 અને મોબાઈલ ફોન તેના ભાઈ અજિત ઉફે માનસિંગે  ચોરી કરી હતી જોકે આ વાતની ખબર તેના ભાઈ અબ્દુલને પડતા એક મહિલા પહેલા બનેલી ઘટના માં પોતાના ભાઈ અજિતનેને અબ્દુલે  બે મિત્રો સદામ અને શાહરુખ સાથે પકડી પડી ને એક મિત્રની રૂમ પર લઇ જઈને લાકડાના ફટકા મારતા તેનું મોત થયું હતું.

આ પણ વાંચો :   સુરત : થાઇલેન્ડની યુવતીની હત્યા થઈ હોવાની આશંકા, રોકડ-ચેન ગાયબ!, સ્પા મેનેજરની તપાસ શરૂ

જોકે અબ્દુલે તેના મામાને ફોન કરી અજિત દારૂના નશામાં અકસ્માતમાં મોત થયાની જાણકારી આપી અને પોતાની મોટર સાઇકલ પર લાશને વચ્ચે બેસાડી મિત્રોની મદદ થી સૈયદપુર ખાતે આવેલા ક્બ્રસ્તાનમાં તેની દફન વિધિ કરી આવ્યા હતા. જોકે પોતાનાઈ ભાઈની હત્યા બાદ આ તમામ લોકો બિન્દાસ ફરતા હતા.

આ પણ વાંચો :  સુરત : 12 કરોડની જમીનના છેતરપિંડી કાંડમાં દેસાઈ બંધુઓની ધરપકડ, CID ક્રાઇમમાં થઈ હતી ફરિયાદ

આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને હકીકત મળતા આ તમામ આરોપીને ગતરોજ ઉધના વિસ્તારમાંથી પકડી પાડી તેમની પૂછપરછ કરતા આરોપી અબ્દુલ અને તેના બે મિત્રોએ કરેલી હત્યાનો ગુનો કબુલી લેતા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ઉધના પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરી તમામ આરોપી ધરપકડ કરી મારનાર નીઓ મૃતદેહ પીએમ માટે કબર માંથી બહાર કાઠી તેનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.

દરમિયાન સુરતમાં હત્યાઓની વણઝાર અટકી રહી નથી. સુરત શહેર જાણે કે બેખોફ આવારા તત્વોની ઝપટમાં આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં લૂંટ, ખૂન, મારધાડ અને ચોરી-ચપાટના ગુનાઓની સંખ્યા ચિંતિત કરનારી છે. એક તરફ શહેરમાં કોરોનાના કારણે વેપાર-ધંધા ઠપ થતા લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે આ પ્રકારના ગુનાઓની વણઝાર થઈ રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.  જોકે, આ મામલમાં મામાના દીકરાને મારી નાખતા સંબંધોની પણ હત્યા થઈ હતી.
Published by: Jay Mishra
First published: September 11, 2020, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading