Home /News /south-gujarat /

સુરત : ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આતંરાજ્ય ગેંગના ચોર ઝડપી પાડ્યા, 'પોપટ'ની જેમ 15 ગુના કબૂલ્યા

સુરત : ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આતંરાજ્ય ગેંગના ચોર ઝડપી પાડ્યા, 'પોપટ'ની જેમ 15 ગુના કબૂલ્યા

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા આ શખ્સો આંતરાજ્ય ચોરી માટે કુખ્યાત

જાણો ક્યાં ક્યાં ચોરીઓ કરી હતી, અનેક રાજ્યોમાં તેમના નામે ગુનાહિત કરતૂતો પોલીસ ચોપડે ચઢી છે. સુરતમાં કોને બનાવ્યા હતા નિશાન, માહિતી સામે આવીી

ગુજરાત, (Gujarat) બેગ્લોર (Banglore) અને આંધ્રપ્રદેશના (Andhra Pradesh) અનેક શહેર જિલ્લામાં ઘરફોડ અને મંદિર ચોરીમાં સંડોવાયેલ રાજસ્થાનની (Rajasthan)  સિરોહી (Sirohi)  જિલ્લાની ગેંગના બે સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch)  બાતમીના આધારે સિંગણપોર ડી-માર્ટ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ઘરફોડીયા ચોરોની પ્રાથમિક પુછપરછમાં સુરતના રાંદેરમાં થયેલી મંદિર ચોરી સહિત 15 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ શખ્સો અગાઉ પણ અનેક ચોરીમાં પોલીસમાં પકડાઈ ચૂક્યા છે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી શહેરના મંદિરોને નિશાન તસ્કરો બનાવી રહ્યા હતા ત્યારે પોલીસે આવા ઈસમોને પકડી પાડવા બાતમીદારનું નેટવર્ક ફેલાવ્યુ હતું.

આ પણ વાંચો :  સુરત : પ્લેનમાં આવી ચોરી કરતો હતો VIP ચોર, પોલીસ સામે 30 ચોરીઓ કબૂલી! જાણો કોણ છે ચોર

ત્યારે પોલીસે બાતમીના આધારે શહેરના  સિંગણપોર ડી-માર્ટ નજીક ચાર રસ્તા પાસેથી ખુશાલસિંહ ઉર્ફે અરવિંદસિંહ ઉર્ફે અવસા ઉર્ફે બળવો મોદબ્બતસિંહ ચૌહાણ (ઉ.વ.23.ગામ જાવલ, બરલુઠ સિરોહી રાજસ્થાન) અને ઉત્તમસિંહ ભેરુસિંહ દેવડા (ઉ.વ.31, રહે, ચુલીગામ, પાલડીને તા. શીવગંજ,જિલ્લો સિરોહી. રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ઉત્તમસિંહ દેવડએ સન 2019માં તેના ગામના મિત્ર જશવંતનિસંહ ઉર્ફે જસુ બન્ના ઠાકુર, માંગીલાલ દેવાસી, શૈલસીંગ દેવડા અને સુભાષ સાથે મળી અમદાવાદ ખાતે રહી ભાડાના વાહનોમાં અરવલ્લી મોડાસા તથા મહેસાણા હાઈવેïના ગામડા, બરોડો ડભોઈના ગામડામાં આવેલા મંદિર અને સુરતમાં રાંદેરના મંદિરમાં, અમદાવાદમા માધવપુરામાં કરિયાણાની દુકાનમાં ઑક્ટોબર20419માં બેગ્લોર માગડીરોડ ખાતે આર,આર,ટ્રેડીંગ નામની વાસણની દુકાનમાંથી રોકડા 9 લાખ, બંગ્લોર જિગની ટાઉમાં બંધ મકાનામાંથી લાખોની ચોરી હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો :     સુરત : 'ગમે ત્યાંથી રૂપિયા લાવ બાકી આજે જીવતો નહીં જવા દઉ,' વરાછાના યુવકનું અપહરણ, પોલીસે છોડાવ્યો

આ ગેંગે અમદાવાદ, વડોદરા, મોડાસા, બંગ્લોર, આંધ્રપ્રદેશ વિજયવાડામાં મળીને 15 ગુનાની કબુલાત કરી હતી. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બેગ્લોરમાં સાત ચોરીમાં પકડાઈ ચુક્યા છે જયારે સુરતના મહિધરપુરામાં ઘરફોડï ચોરીમાં વોન્ટેડ હોવાની કબુલાત કરી હતી.આ  ગેંગનો ગુનાહિત ઇતિહાસ જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. આજે પોલીસે આ આંતરાજ્ય ગેંગ સાથે પ્લેનમાં આવીને ઘરફોડ ચોરી કરતા એક શખ્સને ઝડપી પાડતા ક્રાઇમ બ્રાન્ચ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ રહ્યો હતો.
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Latest News, Surat Crime, Surat crime Branch Arrested Hitech thief, Surat news, Surat police, Surat theft, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन