Home /News /south-gujarat /

સુરત : VIP અછોડાતોડ ઝડપાયા, ચેઇન સ્નેચિંગ કરી પ્લેનમાં નાસી જતા હતા

સુરત : VIP અછોડાતોડ ઝડપાયા, ચેઇન સ્નેચિંગ કરી પ્લેનમાં નાસી જતા હતા

પોલીસે ઝડપી પાડ્યા હાઇટેક અછોડાતોડ

સુરત ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઇલ ચિટીંગના ગુના કબૂલ્યા

સુરત માં સતત મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનનના (gold chain snatchers) સ્નેચિંગની સતત ઘટના સામે આવી હતી. ત્યારે તાજેતરમાં જ આ લૂંટારૂઓ શહેરના ગોડાદરા વિસ્તારમાં મંદિરે દર્શન કરી માટલું લેવા જતા વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ઝુંટવી ઇજા કરી ભાગી છૂટ્યાં હતા. જોકે પોલીસે આ ઘટનાને અંજામ આપનાર યુપી ગેંગના બે સાગરિતોને ઝડપી પાડ્યા હતા. આ ગૅંગ ગુજરાત સહિત બીજા રાજ્યોમાં  પણ આવી ઘટનાને અંજામ આપી ટ્રેન અથવા પ્લેન મારફતે પોતાના વતન ખાતે જતા રહેતા હતા. પકડાયેલી ગેંગે સુરત માં અન્ય જગિયા પર ગુણ આચર્યા હોવાની પણ કબૂલાત કરી છે.

સુરતમાં સતત રસ્તા પર જતી મહિલાને ધૂમ બાઈક પર આવતા ઈસમો ગળામાંથ સોનાની ચેઇનની સ્નેચિંગ કરતા હતા. જોકે રસ્તા સાથે મંદિરે જતી અને તેમાં પણ વુધ્ધ મહિલાને પોતાના નિશાન બાવતી ગેગે લાંબા સમયથી સુરતમાં સક્રિય છે. ત્યારે આજથી દોઢ મહિના પહેલા ગોડાદરા વિસ્તારના ચાની દુકાનના માલિક બાલાભાઇ સામતભાઇ ડોલર ના 65 વર્ષીય માતા ગત 17 જાન્યુઆરીની સવારે મંદિરે દર્શન કરી માટલું લેવા જતા હતા.

આ પણ વાંચો : સુરત : પ્લેનમાં આવી ચોરી કરતો હતો VIP ચોર, પોલીસ સામે 30 ચોરીઓ કબૂલી! જાણો કોણ છે ચોર

ત્યારે બાઈક સવાર બે યુવાનો રૂ.70 હજારની બુટ્ટી કાનમાંથી ઝુંટવી ફરાર થઈ જતા તેમને કાનમાં ઇજા થઈ હતી જોકે આ ઘટના બાદ આરોપીઓ ઝડપી પાડવા પોલીસની ટીમ સતત કામ કરી રહી હતી. ત્યારે પોલીસને વિગત મળી હતીકે  ભૂષણ ઉર્ફે આસીફ યુનુસ હલવાઈ અને રીઝવાન અનવર રીયાઝુદ્દીન શેખ ફરીદી  જે  મૂળ રહે. મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ વાતની અને હાલમાં  રેલવે સ્ટેશનની સામે  નગરમાં રહેવાસી છે તેઓ અમરોલી છાપરાભાઠા રોડ શાકમાર્કેટ પાસેથી પસાર થવાના છે.

આ હકીકતન આધારે પોલીસે આ બંને ઈસમને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે તેમની પાસેથી  સોનાના બે લટકણીયા, સોનાની બે ચેઇન, બે બાઈક, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,66,788 ના મુદ્દામાલકબજે કર્યો હતો

જોકે આ ઈસમોની પૂછપરછ કરતા તેમની પાસે આ તમ મુદામાલ ચોરીનો છે અને તેમને દોઢ મહિના પહેલા વુધ્ધ મહિલાના કાનના લટકાં સ્નેચિંગ કર્યાની કબૂલાત પણ કરી હતી. આ ઉપરાંત આ ઈસમો એ અડાજણ અને ઓલપાડમાં બીજા ત્રણ ચેઇન સ્નેચીંગના ગુના કબુલ્યા હતા.તેઓની એક ગેંગ છે અને તમામ છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં સક્રિય છે.

તેઓ જે તે શહેરમાં જઈ રૂમ ભાડે રાખી પોતાના ઓળખના પુરાવાના આધારે ઉચ્ચકમાં બાઈક ખરીદતા અને તેના ઉપર શહેરમાં ફરી ચેઇન સ્નેચીંગ કરતા હતા હોવાની કબૂલાત પણ કરી છે. જોકે આ પકડાયેલા ઠગ ટોળકી ચેઈન સ્નેચીંગ ઉપરાંત મોબાઈલ ફોનના બદલામાં કાચના ટુકડા સાથેનું મોબાઈલ કવર પધરાવી છેતરપીંડી પણ કરતી હતી.

આ પણ વાંચો : સુરત : વરાછામાં રોડ રોમિયોનો આતંક! હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને કહ્યું, 'એ આઇટમ'

તેઓ બે અલગ અલગ લેધર કવર પૈકી એકમાં સારો મોબાઈલ ફોન રાખતા જયારે બીજામાં મોબાઈલની સાઇઝનો કાચનો ટુકડો મૂકી કવરની ચેઇનના છેડે ફેવીકવીક લગાવી રાહદારીને રોકી પહેલા સારા મોબાઈલ સાથેનું કવર બતાવી મોબાઈલ વેચવાનો છે કહી જો વ્યક્તિ મોબાઈલ લેવા તૈયાર થાય તો તેની સામે તેનો મોબાઈલ ફોન અને વધારાના રૂ.2 થી 4 હજાર લઈ વાતોમાં રાખી કાચના ટુકડા વાળું કવર પધરાવી મોબાઈલ ફોન અને પૈસા લઈ ફરાર થઈ જાય છે

બાદમાં મોબાઈલ કોઈકને વેચી બાઈક રેલવે સ્ટેશનના પાર્કીંગમાં પાર્ક કરી રેલવે અથવા વિમાન માર્ગે વતન જતા રહે છે જોકે પોલીસે આ ટોળકીના બંનેવ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Latest News, Surat Crime, Surat crime Branch Arrested Hitech thief, Surat news, Surat police, Surat theft, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन