Home /News /south-gujarat /

સુરત : પ્લેનમાં આવી ચોરી કરતો હતો VIP ચોર, પોલીસ સામે 30 ચોરીઓ કબૂલી! જાણો કોણ છે ચોર

સુરત : પ્લેનમાં આવી ચોરી કરતો હતો VIP ચોર, પોલીસ સામે 30 ચોરીઓ કબૂલી! જાણો કોણ છે ચોર

ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા શખ્સ પાસેથી રોકડ અને હથિયારો મળી આવ્યા છે.

કોણ છે આ ચોર, ક્યા ક્યા વિસ્તારોમાં કરી ચોરી, જાણો ક્રાઇબ બ્રાન્ચે કેવી રીતે ઝડપી પાડ્યો આ કુખ્યાત શખ્સને

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) એક હાઈટેક ચોરને (Hitech  Thief) ઝડપી પાડયો છે કે જે શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો અનેક ચોરી કરવા માટે પોતાના વતનથી સુરત વિમાનમાં (Plane)આવતો હતો. વર્ષ 2014થી સક્રિય આ આરોપીએ અત્યાર સુધીમાં શહેરમાં 30થી વધુ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અને તે માટે ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરી કરતો હતો. પોલીસે આરોપીની પાસેથી લાખ્ખોના મુદામાલ સાથે ચોરી કરવા માટે ઉપયોગમાં લેતા સાધનોને પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં 30થી વધુ ઘરફોડ ચોરી કરનાર હાઈટેક આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીયલ એરીયા માં ચોરીની ઘટના સામે આવી રહી છે જેને લઇને પોલીસની ટીમ સક્રિય થઇ હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે આરોપી લાલા ઉર્ફે નેલુ ઉસે ગુરખા રાજુ બીસોઈની ધરપકડ કરી છે.

 આ પણ વાંચો : સુરત : 'ગમે ત્યાંથી રૂપિયા લાવ બાકી આજે જીવતો નહીં જવા દઉ,' વરાછાના યુવકનું અપહરણ, પોલીસે છોડાવ્યો

આરોપી મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે. અને સુરતમાં લીંબાયત વિસ્તારમાં રહેતો હતો. આરોપી વર્ષ 2014 થી જ આ ગુનામાં સક્રિય હતો. જોકે અહીં આશ્ચર્ય ચકિત કરી દે તેવી વાત એ છે કે આરોપી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે વિમાન મારફતે પોતાના વતન ઓરિસ્સાથી સુરત અવર-જવર કરતો હતો. તે રાત્રિ દરમિયાન શહેરની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ અત્યાર સુધીમાં સુરત શહેરમાં 30થી વધુ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

જોકે પોલીસે ધરપકડ કરતાં તમામ ચોરીઓના ભેદ ઉકેલાઇ જવા પામ્યા છે આરોપી શહેરના ઈન્ડસ્ટ્રી એરિયામાં જ ગુના આચરતો હતો.આરોપીએ ખટોદરા જીઆઇડીસી એરિયામાં 11, ઉધના ઉદ્યોગ નગર એરિયામાં 5, પાંડેસરા બાટલી પાસે આવેલી ભગવતી અને પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલમાંથી  2, લિંબાયત મહાપ્રભુ નગર અને નારાયણ નગર એસ્ટેટમાંથી ૨ મળી કુલ્લે 30 જેટલા સ્થળે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસે રિકવર કરેલી રોકડ


આરોપી સાંજના અરસામાં પોતાના રૂમ પર જમીને પોતાની સાયકલ લઈને નીકળ્યા બાદ ચોરીના પૈસાથી ખરીદી કરેલી મોપેડ લઈને નીકળતો હતો અને સ્કૂલ બેગમાં મોઢા પર પહેરવાનું માસ્ક, હેન્ડ ગ્લોસ કમરમાં બાંધવા માટે સાડીનો ટુકડો સાથે જ અન્ય લોખંડના સાધનો રાખીને શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આંટાફેરા મારી રેકી કરતો હતો અને ત્યારબાદ સંચા મશીનના ખાતાના ઓટલા ઉપર આરામ કરતો હતો અને મોડી રાત્રે બંધ કારખાના તથા ગોડાઉનના પાછળના ભાગેથી લોખંડના દરવાજો જાડી તોડી અંદર પ્રવેશ કરતો હતો. અને ડ્રોવરના લોક તોડીને રોકડા રૂપિયા સાડીઓ ચોરી કરી સવારના ચાર વાગ્યા સુધી મોઢામાં રહીને પછી ત્યાંથી ફરાર થઈ જતો હતો.

 આ પણ વાંચો :  સુરત : યુવકની હત્યા કરનાર ફાઇટર ગેંગના 8 શખ્સોની ધરપકડ,એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

પોલીસ તપાસના આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે આ આરોપી 2010ના વર્ષમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીમાં તાંબા ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યા છે. જોકે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:

Tags: Surat Crime, Surat news, Surat police, Surat theft

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन