સુરત : પૈસા ઉપાડી ATMનો પાવર સપ્લાય બંધ કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

News18 Gujarati
Updated: November 11, 2019, 2:35 PM IST
સુરત : પૈસા ઉપાડી ATMનો પાવર સપ્લાય બંધ કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
ગૅંગના સભ્યો.

આરોપીઓએ દેશભરમાં ગુના આચર્યા છે, ચાર આરોપીએ સુરતની એક બેંકમાં આ જ રીતે 30 વખત છેતરપિંડી કરીને લાખો રૂપિયા ઉપાડી લીધા હતા.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : ATMમાં છેડછાડ કરી રૂપિયા ઉપાડી બેન્ક સાથે છેતરપિંડી કરતી હરિયાણાની મેવાતી ગૅંગના ચાર ઠગને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે. પકડાયેલા આરોપીઓ સુરતની એક બેંકમાંથી 30 વખત આ રીતે છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી ચૂનો લગાવી ચુક્યા છે. બેંકની ફરિયાદ બાદ પોલીસે આ ગૅંગને પકડી પાડી છે.

કેવી રીતે છેતરપિંડી કરતા હતા?

સુરતની ક્રાઇમ બ્રાંચની પકડમાં આવેલા ઈસમો છેતરપિંડી કરવા માટે કોઈ પણ બેંકના એટીએમમાં જતા હતા. મોટાભાગે તેઓ સુરક્ષા ગાર્ડ તહેનાત ન હોય તેવા એટીએમની પસંદગી કરતા હતા. આ દરમિયાન એટીએમમાંથી પૈસા બહાર આવે કે તેઓ ATMનો પાવર સપ્લાય બંધ કરી દેતા હતા. આવું કરવાથી ATMનું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જતું હતું. જે બાદમાં તેઓ બેંકના ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફોન કરીને પૈસા ન મળ્યા હોવાની ફરિયાદ કરતા હતા.

જોકે, આવી ફરિયાદ બાદ બેંકે એટીએમના સીસીટીવી ચેક કરતા ગૅંગ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડી ખુલ્લી પડી હતી. બેંકે આ મામલે સુરત ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરી હતી. તપાસ કરતા ગૅંગે આ રીતે 30થી વધુ વખત બેન્ક સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે તપાસમાં છેતરપિંડી આચરતી ગૅંગ હરિયાણાની મેવાતી ગૅંગ હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં પોલીસે ગૅંગને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી 25 એટીએમ/ડેબિટ કાર્ડ, રોકડા 1.13 લાખ રૂપિયા અને 6 મોબાઇલ ફોન કબજે કર્યા છે. પોલીસે પૂછપરછમાં આરોપીઓએ દેશભરમાં અનેક જગ્યાએ છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત ઘટનાને અંજામ આપવા માટે મુખ્ય આરોપી ફ્લાઇટમાં જતો હતો, જ્યારે અન્ય આરોપીઓ ટ્રેન મારફતે જતા હતા.ધરપકડ કરવામાં આવેલા આરોપી

નિયામત દિનમોહમદ મેવ
મોસીમખાન આલમખાન
રેહાન ઉર્ફ રીન્ની અલ્લાઉદ્દીન મેવ
રહેમાન ઉર્ફ ચુન્ના અજીજ રંગરેજ
Published by: Vinod Zankhaliya
First published: November 11, 2019, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading