Home /News /south-gujarat /

યુવતી છેડતીનો ઠપકો આપતા કરી નાંખી હત્યા, આરોપીની સુરત પોલીસે કરી ગણતરીનાં કલાકોમાં ધરપકડ

યુવતી છેડતીનો ઠપકો આપતા કરી નાંખી હત્યા, આરોપીની સુરત પોલીસે કરી ગણતરીનાં કલાકોમાં ધરપકડ

સુરતમાં આરોપીએ પહેલાં કરી યુવતીની છેડતી યુવકે ઠપકો આપ્યો તો કરી નાંખી હત્યા

Surat Murder Case: આરોપી હત્યા થતાની સાથે જ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો છતાં પાંડેસરા પોલીસ (Surat Police) તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામે લાગી હતી ત્યારે પોલીસે આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડ્યો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વધુ જુઓ ...
સુરતમાં ગુનાખોરીએ (Surat Crime News) જાણે માઝા મૂકી હોય તેમ દરરોજ સવાર પડેને એક હત્યાની (Surat Murder Case)ઘટના સામે આવતી હોય છે ત્યારે  ગતરોજ પાંડેસરા વિસ્તારમાં પાણી પુરી ખાવા ગયેલી યુવતીની એક આરોપી દ્વારા છેડતી મશ્કરી કરવામાં આવી હતી. જે બાદ ત્યાં હાજર યુતવીનાં ભાઇ અને તેનાં મિત્રએ આરોપીને ઠપકો આપ્યો હતો. જેને લઇને યુવકે યુવતીના ભાઇ પર જીવલેણ હુમલો અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં મિત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત છેલ્લા કેટલાંક દિવસથી હત્યાનાં કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. દરરોજ સવાર પડે ને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે જોકે કહેવાય તો કેટલાક દિવસથી કે દિવસમાં બે અથવા ત્રણ હત્યાની ઘટનાઓમાં સુરતમાં બની રહી છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી ગણેશ નગર પાસે આવેલી પાણીપુરીની લારી ઉપર એક યુવતી પાણીપુરી ખાવા પહોંચી હતી તે સમયે આ જ વિસ્તારમાં રહેતો અને માથાભારે ઇસમની છાપ ધરાવતો રોહીત યાદવ પણ આ પાણીપુરીની લારી પર નાસ્તો કરવા પહોંચ્યો હતો આ સમયે રોહીત યાદવ યુવતિની છેડતી અને મશ્કરી કરી હતી.

આ પણ વાંચો-રાજકોટ: આઈસક્રીમ પાર્લરનાં નામે ધમધમે છે કપલ બોક્સ, ના જોવાનાં દ્રશ્યો થયા કેમેરામાં કેદ

સુરતનાં પાંડેસરા પોલીસ મથકનાં એસપી આર એલ માવાનીએ જણાવ્યું હતું કે, છેડતી સમયે યુવતી જ્યોતિનો ભાઈ અને તેનો મિત્ર રાહુલ ઠાકોર પણ ત્યાં પહોંચી ગયા હતા અને યુવતિની મશ્કરી કરતા અને રાહુલ ઠાકોર દ્વારા રોહિત યાદવને ઠપકો આપવામાં આવ્યો હતો જેને લઇને રોહિત યાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલા જયપુરી ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો આરોપી યુવાને રાહુલ ઠાકોરનાં પેટના ભાગે ચપ્પુ મારતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.

આરોપી હત્યા થતાની સાથે જ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો છતાં પાંડેસરા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામે લાગી હતી ત્યારે પોલીસે આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડ્યો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Surat Crime, Surat police

આગામી સમાચાર