Home /News /south-gujarat /Surat Crime: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘરમાં ઘૂસી મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા

Surat Crime: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘરમાં ઘૂસી મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા

મહિલાનું ગળું કાપી હત્યા કરી હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઇ છે.

Surat Crime news: સુરતમાં અસમાજીક તત્વોમાંથી પોલીસનો ડર ગાયબ થઈ ગયો છે. એક તરફ જ્યાં ગૃહરાજ્ય મંત્રી પોલીસની છબી સુધારવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત પોલીસ ક્રાઇમને રોકવા માટે પોલીસ સજ્જ હોવાનો દાવો કરે છે

સુરત (Surat news)માં એક પછી એક હત્યા (Murder case)નો બનાવ બની  રહ્યા છે  ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા સુરત પોલીસ (Surat Police) દોડતી થઈ ગઈ હતી. હત્યા, ચોરી, લૂટફાટની ઘટનાઓ ધોળા દિવસે બની રહી છે. સુરતમાં કાપોદ્રા (Kapodra area murder case)માં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું ગળું કાપી હત્યા (Women murder case) કરી હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઇ છે.

સુરતમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં એક મહિલાનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ઘટના સ્થળ પર હાજર લોકોનું માનીએ તો અજાણ્યો શખ્સ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. જે બાદ ઘાતકી રીતે મહિલાની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હત્યાના બનાવની જાણ થતાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. પોલીસ પણ મર્ડર મિસ્ટ્રીની તપાસમાં જોતરાઈ ગઈ છે.

ઘરમાંથી મહિલાનો મૃતદેહ કાઢી હાલ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફોરેન્સિકની ટીમ પણ બોલાવી હત્યાના પુરાવા એકઠા કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સોસાયટીના લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યા છે તેમજ સીસીટીવી પણ પોલીસ ખંગાળી રહી છે. જોકે હજુ સુધી મહિલાની હત્યા શા કારણે કરવામાં આવી તેની કોઈ વિગત સામે આવી નથી પણ હત્યારા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો- ગુજરાતમાં ત્રણ દિવસ હિટવેવ: અમદાવાદમાં યલો અને કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી

સુરતમાં ક્યારે અટકશે ક્રાઈમ રેશિયો?

મહત્વની વાત એ છે કે સુરતમાં અસમાજીક તત્વોમાંથી પોલીસનો ડર ગાયબ થઈ ગયો છે. એક તરફ જ્યાં ગૃહરાજ્ય મંત્રી પોલીસની છબી સુધારવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત પોલીસ ક્રાઇમને રોકવા માટે પોલીસ સજ્જ હોવાનો દાવો કરે છે ત્યારે ગૃહમંત્રીનું શહેર જ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાય તેનું ધ્યાન રાખતી પોલીસ સુરતમાં ક્રાઇમ રોકવામાં નિષ્ફળ નીવડી છે.

આ પણ વાંચો- Ahmedabad Crime: અમરાઈવાડીમાં પિતરાઈ ભાઈ એ આધેડ પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી દીધી

ઝોન 1 ડીસીપી સજનસિંહ પરમારનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે. સ્નેલતાબેન નામની મહિલાની હત્યા થઈ છે તેઓ  પ્રકાશ ભાઈ અશોક પટેલ સાથે રહેતા હતા અને પ્રકાશ ભાઈની આગળની પત્ની આશાબેન સાથેછે તો આ મહિલાની હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હિવાનું જણાવી રહ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat crime Surat News, Surat news, સુરત પોલીસ