કોરોના મહામારી વચ્ચે કોરોના દર્દી માટે જરૂરી ઈંજેક્સન ટોસિલિઝૂમાબની પહેલાં કાળાબજારી અને ત્યાર બાદ નકલી ઈંજેક્સન કૌભાંડ પકડાયું હતું. ત્યારબાદ આ જ ઇંજેક્શન મામલે તંત્રની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. સિવિલ હોસ્પિટલ દાખલ દર્દીઓને કોરોનાની સારાવાર દરમિયાન ઈંજેક્શન મફતમાં આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સિવિલમાં બેકાબૂ થયેલા એક કેસને ખાનગી હોસ્પિટલમાં તંત્રએ ખસેડ્યા બાદ આ દર્દીના સંબંધી ઈંજેક્સન લેવા આવ્યા ત્યારે સિવિલ રોગ કલ્યાણ સમિતિ દ્વારા ઈંજેક્શનનો ચાર્જ 30 હજાર રૂપિયા વસુલવામાં આવ્યો હતો. આ મામલે દર્દીના દોહિત્રએ વીડિયો બનાવી અને તંત્ર સામે સવાલો કરતા તેમણે પોતાની ભૂલ કબૂલી અને પૈસા પરત આપવાની બાહેંધરી આપી હતી. ત્યારે દર્દીના દોહિત્રએ સરકારને ગંભીર સવાલો પૂછ્યા હતા કે સિવિલ દ્વારા જ ખાનગીમાં રિફર કરવામાં આવેલા દર્દીઓ પાસેથી ઇન્જેક્શનનો ચાર્જ વસૂલવાનો છે કે મફતમાં આપવું છે, સરકાર નક્કી કરે?
બનાવની વિગત એવી છે કે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્ય આપવાના ઇન્જેક્શનનાં પણ દર્દીઓના પરિવારજનો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ અને તબિયત વધુ ગંભીર બનતાં બીએપીએસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરેલા દર્દીની સારવાર માટે ટોસિલિઝુમાબ ઇન્જેકશનની જરૂરિયાત
પડી, ત્યારે નવી સિવિલ તંત્રે દર્દીના પરિવારજનો પાસેથી 30,870 રૂપિયા રોકડા વસૂલ્યા હતા અને તે પણ રોગી કલ્યાણ સમિતિનાં નામે એટલે કે દાન તરીકે ઉઘરાણું કરવામાં આવ્યું હતું.
30,870 રૂપિયા રોકડા તે પણ ગરીબ દર્દીનાં સગા પાસેથી વસૂલતા હોવાનો મામલો સામે આવ્યો છે, સુરતના કતારગામ વિસ્તરમાં આવેલ સિંગણપોર વિસ્તારમાં રહેતા 75 વર્ષીય લક્ષ્મીબેન માવજીભાઇ લખાણીનો સિવિલમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હોસ્પિટલ દ્વારા તેમને ઘરે જ સારવાર લેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ બીજા દિવસે તબિયત ખરાબ થતાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઑક્સિજન લેવલ ઘટે છે, એવું જણાવી હોસ્પિટલ સ્ટાફ દ્વારા છ દિવસ સુધી માત્ર ઑક્સિજન આપ્યું હતું. દર્દી કયાં વોર્ડમાં છે તેની ખબર પરિવારજનોને ત્રણ દિવસ બાદ ખબર પડી હતી અને ત્યારે તબિયત ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતીઆથી પરિવારજનોએ સિવિલ તંત્રને વારંવાર રજૂઆત કરી હતી કે યોગ્ય સારવાર નહી આપી શકતા હોવ તો, દર્દીને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી આપો. જેને પગલે છ દિવસ બાદ દર્દીને અડાજણની બીએપીએસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યાં દાખલ થતા જ હોસ્પિટલ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા હતા.
જેમાં કોરોનાનું સંક્રમણ 86 ટકા આવ્યું હતું .જ્યારે સિવિલ તંત્ર દર્દીનું ઑક્સિજન લેવલ જ ઘટ્યું છે એવું કહેવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીને કારણે દર્દીની હાલત વધુ ગંભીર બની, દર્દીની હાલત વધુ ગંભીર બનતાં બીએપીએસ હોસ્પિટલ દ્વારા દર્દીને સારવાર માટે ટોસિલિઝુમાબ ઇન્જેકશન માટે પરિવારને જણાવ્યું હતું.
સુરત : 'મારા નાનીને સિવિલમાંથી કોરોનાની સારવાર માટે ખાનગીમાં રિફર કર્યા હોવા છતાં ઇન્જેક્શનના પૈસા ઉઘરાવ્યા' pic.twitter.com/FyMeSGubIJ
આ મામલે સિવિલમાં જ દાખલ હતા છતાં ચાર્જ લેવામાં આવતા દર્દીના દોહિત્રએ એક વીડિયો તૈયાર કરીને તંત્રને ગંભીર સવાલો પૂછ્યા હતા. તેના વીડિયો બાદ સમાચાર માધ્યમોમાં પડઘા પડતા તંત્રને પોતાના ભોપાળાનો ખ્યાલ આવ્યો હતો અને પૈસા પરત આપવાની તૈયારી દર્શાવી હતી.
સિવિલ હોસ્પિટલમાં દાખલ અને ત્યારબાદ બીએપીએસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરેલા કોરોનાગ્રસ્ત દર્દી લક્ષ્મીબેન લાખાણીના પરિવારજનો પાસેથી સિવિલ તંત્ર દ્વારા જે ટોસિલિઝુમાબ ઇન્જેકશનના 30,870 રૂપિયા લેવામાં આવ્યા છે. તે રોકડ રૂપિયા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે વાત કરીને પરત આપવામાં આવશે એવું સિવિલના આર.એમઓ ડો. કેતન નાયકે જણાવ્યું હતું હતું પણ હજુ સુધી રૂપિયા પાર્ટ આપવાની વાત તો ઠીક પણ દર્દીના સંબંધી નો ફોન પણ તારે અને ખાસ કરીને સિવિલ દ્વારા ઉપાડવામાં આવતો નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર