સુરત : 8 વર્ષની બાળકીની શારિરીક છેડતી કરનાર ભંગારવાળાને કૉર્ટે 3 વર્ષની સજા ફટકારી

સુરત : 8 વર્ષની બાળકીની શારિરીક છેડતી કરનાર ભંગારવાળાને કૉર્ટે 3 વર્ષની સજા ફટકારી
ફાઇલ તસવીર

ભંગારવાળાની શરમજનક કરતૂત, વેફર ખાઈ રહેલી બાળકીનું અપહરણ કરી તેની સાથે શારિરીક છેડછાડ કરી હતી

  • Share this:
સુર માં સતત નાની બાળકીઓ સાથે શારીરિક છેડછાડના બનાવો બની રહ્યા છે. ત્યારે એકે 8 વર્ષની બાળકી પોતાના ઘર પાસે વેફર ખાતી હતી ત્યારે ભંગારની લારી ચલાવતા ઈસમે બાળકીનું અપહરણ કરી તેની સાથે શારિરીકક છેડછાડ કરી હતી જોકે આ ગુનામાં આરોપીને પોલીસે ઝડપી પડ્યો હતો અને આ કેસમાં આજે સુરત ની કોર્ટમાં આરોપીને આકરી સજા આપીને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

સુરતમાં સતત બાળકી સાથે દુષ્કર્મ અને છેડતીની સતત ઘટનાઓ સામે આવે છે ત્યાર આજે સુરત કોર્ટ આવીજ એક ઘટનામાં આરોપીને આકરી સજા ફટકારી છે સુરતના ભાગળ-કોટસફીલ રોડ વાડી ફળીયા ખાંડવાળાની શેરી ખાતે 26-10-2018 ના રોજ બપોરના 3 વાગ્યાના સુમારે આઠ વર્ષની માસુમ પુત્રી વ્હાઈટ હાઉસ બિલ્ડિંગની બહાર વેફર ખાતી હતી. ત્યારે મૂળ પાટણના વતની અને હાલમાં સુરત ખાતે રહેતા ૩૫ વર્ષના ભંગારની લારી ચલાવતા અમૃતભાઈ દેવીપૂજ કે તેનું અપહરણ કરી લીફ્ટના દરવાજા પાસે ઉભી રાખી છેડતી કરી હતી.આ પણ વાંચો :     ધોળકા : ટ્રક અને આઇશર ધડાકાભેર અથડાયા, એકનું મોત, Videoઓમાં કેદ થયો અકસ્માત

જોકે સ્થાનિક મહિલા જોઈ જતા તે ત્યાંથી ભાગી છુટ્યો હતો પણ મહિલાએ બુમાબુમ કરતા આ ઈસમ ત્યાંથી ભાગવા જતા લોકોએ પકડી પડી તેને મેથીપાક આપીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે આ મામલે મહીધરપુરા પોલીસે આ સમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

જોકે આ મામલે આજે સુરતની કોર્ટમાં કેસ ચાલી જતા  આજે આ કેસની સુનાવણી પુરી થતા  કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને અમૃત કેશા દેવીપૂજકને ત્રણ વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.જોકે સમાજમાં આવી ઘટના બનતા અટકે અને સમાજમાં આવા ઈસમો આવી ઘટના કરતા અટકે તે માટે દાખલો બેસાડવા કરી સજા ફટકારી હતી

આ પણ વાંચો :  અમદાવાદ : કરૂણ ઘટના! AMTSના પૈડા આધેડ મહિલા પર ફરી વળ્યા, ઘટના સ્થળે જ મોત

જોકે સુરત માં મહિલા અને ખાસ કરીને બાળકી સાથે આવી ઘટના આરોપી ને કડકમાં કડક સતત સજા કરવામાં આવી રહી છે અને આવી ઘટના સમાજમાં બનતી અટકે તે માટે ખાસ આકરી સજા કરી સુરત કોટ સમાજમાં સતત દાખલ બેસાડવાનો પ્રયાસ કરી રહી છે
Published by:Jay Mishra
First published:January 11, 2021, 21:54 pm

ટૉપ ન્યૂઝ