સુરત: શહેરના (Surat) પાસોદરામાં 12 ફેબ્રુઆરી, 2022એ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના (Grishma Vekaria murder case) કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને (Fennil Goyani) કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આજે કોર્ટે ફેનિલને પાંચ હજારનો દંડ અને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં સરકારી વકીલ નયન સુખડવાલે (Nayan Sukhadwal) જણાવ્યુ કે, આરોપીને કોઇપણ પસ્તાવો હોય તેવું દેખાતુ નથી.
'ફેનિલ વારંવાર વાળમાં હાથ ફેરવતો હતો'
સરકારી વકીલ નયન સુખડવાલે આ કેસ અંગે કોર્ટમાં થયેલી વાતો જણીવીને કહ્યુ કે, ગ્રીષ્માને છરીના ઘા વાગતા લોહીના ફુંવારા ઉડ્યા હતા તો પણ હત્યારા ફેનિલ કોઇ અસર થઇ ન હતી. પરંતુ તે ત્યાં ઉભો રહીને કાંઇ ખાતો હતો તે પણ કોર્ટે નોટિસ કરી છે. નામદાર કોર્ટે એ પણ નોટિસ કર્યુ છે કે, આરોપીને આ કર્યા પછી પણ તેને પસ્તાવો ન હતો. તે કોર્ટમાં બેસીને પણ વારેવારે પોતાના વાળમાં હાથ ફેરવીને જાણે કોઇ સારુ કામ કર્યુ હોય તેવું બતાવતો હતો.
કોર્ટે યુવા પેઢીને પણ આપ્યો સંદંશ
નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં યુવા પેઢીને પણ એક સંદેશો આપ્યો છે. તેમણે જણાવ્યુ કે, આજની પેઢી મોબાઇલમાં રચ્યા પચ્યા રહે છે અને હિંસક વેબ સિરીસ જુએ છે. મોબાઇલમાં રચ્યા પચ્યા રહે છે. તેથી યુવાધન બરબાદ ન થાય તેવી પણ નામદાર કોર્ટે નોંધી લીધી છે. આ ખૂબ જ ઐતિહાસિક ચૂકાદો છે. આ ચૂકાદો આશરે 500 પાનાનો છે.
કોર્ટમાં નિર્ભયા, કસાબ કેસનો પણ ઉલ્લેખ કરાયો
આ કેસનો ચુકાદો આપતા કોર્ટે નિર્ભયા, કસાબ કેસનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ કે, આમાં પણ આરોપીને કોઇ પસ્તાવો કે રંજ થયો નથી. બચાવ પક્ષે એમ પણ કહ્યુ કે, આ ટ્રાયલ જલ્દી ચાલી છે તેથી આરોપીને અન્યાય થયો છે. ત્યારે કોર્ટે જણાવ્યુ કે, આ એક કાયદાનો જ ભાગ છે. આ ટ્રાયલ જલ્દી ચાલી છે પરંતુ આરોપીના હકમાં કોઇ નુકસાન થતુ નથી.
જજે કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો
આજે જજ વિમલ કે. વ્યાસે કહ્યુ આ કેસ રેરેસ્ટ ઓફ રેર છે. ગ્રીષ્મા પણ માત્ર 20 વર્ષની હતી તેના પણ સપના હતા. દંડ આપવો સરળ નથી મારી પણ 37 વર્ષની કારકિર્દી છે. આરોપીને પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી. આરોપીએ ઠંડા કલેજે બે લોકોની હત્યાનો પણ પ્રયાસ કર્યો. ગ્રીષ્માનો પરિવાર કોર્ટ રૂમમાં ઘ્રુસકેને ઘ્રુસકે રડી પડ્યા.
નોંધનીય છે કે, ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. સરકાર પક્ષે કહ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરી છે. ત્યારે સામે પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજ આજે 5મી મેના રોજ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર