સુરત શહેરમાં બે વર્ષ અગાઉ સચિનમાં (Surat) ઘર બહાર રમતી ત્રણ વર્ષની બાળાને ઉઠાવી જઈ યુવક દ્વારા દુષ્કર્મ (Rape with 3 years old) આચરવામાં આવ્યું હતું. જે ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધી ની આજીવન (Life imprisonment to rapist) કેદની સજાફટકારી છે. આજે વિડીયો કોન્ફરન્સથી આ કેસની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને સજા ફટકારવામાં આવી હતી.
સુરતમાં નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. જો કે આજે બે વર્ષ પહેલા દુષ્કર્મનો ભોગ બનેલી 3 વર્ષની બાળકીને ન્યાય મળ્યો છે. બે વર્ષ અગાઉ ઘર બહાર રમતી બાળકીને મંગલસિંહ નામનો યુવાન પિતાને આપવા જઈ રહ્યો છે અમે કહી બાળકીને ધાબા પર લઇ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના વિગત વાર જોઈએ તો સચિનમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આવેલી કોમલ ઈન્ડસ્ટ્રીમાં ધાબા પર રૂમ બનાવી પરિવાર રહેતો હતો. પરિવારની ત્રણ વર્ષની બાળા આસપાસ ઘર બહાર રમતી હતી.
આ પણ વાંચો : અમદાવાદ : વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ
દરમિયાન મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ નામનો 24 વર્ષીય યુવાન બાળાને ઉઠાવી ગયો હતો. અને સિક્યુરિટી ગાર્ડે પૂછતા કહ્યું હતું કે, તેના પિતાને આપવા જઈ રહ્યો છે. જોકે, થોડી ક્ષણોમાં જ બાળાના પિતા આવ્યા હતા. જેથી સિક્યુરિટી ગાર્ડે કહ્યું હતું કે, તેરી લડકી કો મહેન્દ્રસિંહ લેકે ગયા હે તુજે મીલી. જેથી બાળાના પિતા ઘરે દોડ્યા હતા. જ્યાં દીકરી મળી ન હતી. જેથી મહેન્દ્રસિંહના ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળા ન મળતા હતાશ થઈને ત્યાં બેસી ગયા હતા.
જોકે, થોડીવારમાં મહેન્દ્રના ઘરના ધાબા પરથી બાળાનો રડવાનો અવાજ આવ્યો હતો. ધાબા પર બાળાનો રડવાનો અવાજ આવતા પિતા ધાબા પર ગયા હતા. જ્યાં અંધારામા મહેન્દ્રસિંહ અને બાળા બંને મળી આવ્યા હતા. જોકે, મહેન્દ્રસિંહ ભાગી ગયો હતો. બાળાને પિતાએ ખોળામાં લેતા લોહીલુહાણ મળી આવી હતી. ત્યારબાદ પિતા બાળાને લઈને કંપનીના માલિક પાસે પહોંચ્યા હતા.
પોલીસને જાણ કરી હતી. દરમિયાન લોકો એકઠાં થઈ ગયા હતા. મહેન્દ્રસિંહને શોધી મેથીપાક આપ્યો હતો. પોલીસ આવતા સોંપી દીધો હતો. બાળાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં બાળાના ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત : તાપીમાં ડૂબ્યા હતા એક જ પરિવારના 4 બાળકો, લાપતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો
જેથી ગાયનેક વિભાગમાં રિફર કરવામાં આવી હતી. અને તેની સારવાર કરવામાં આવી હતી. બે વર્ષ બાદ આ કેસની કાર્યવાહી કોન્ફરન્સનાં માધ્યમથી પૂર્ણ કરવામાં આવી હતી. અને આરોપી મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહને અસુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધી ની આજીવન કેદની સજાફટકારી છે.