Home /News /south-gujarat /સુરત : બાઇક પર સ્ટન્ટ સાથે રોમાન્સ ભારે પડ્યો, Live video વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી, કપલે માંગી માફી

સુરત : બાઇક પર સ્ટન્ટ સાથે રોમાન્સ ભારે પડ્યો, Live video વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી, કપલે માંગી માફી

જુઓ યુવક યુવતીએ શું કહ્યું વીડિયોમાં

સુરતમાં Viral થવાના અભરખા! ભારે પડ્યા, યુવક-યુવતીએ ચાલુ બાઇકે કર્યાં જોખમી સ્ટંટ ફરીથી જુઓ વીડિયો

સુરત :  બાઈક પર સ્ટંટ (Bike stunt) કરવાની જાણે કે ફેશન આવી હોય તેમ નવાં નવાં વીડિયો સામે આવી રહ્યા છે.  સુરતમાં વધુ એક બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવક અને યુવતી ચાલુ બાઇકે ખુલ્લમ ખુલ્લો પ્રેમ (Love) કરી રહ્યા છે. આ વીડિયો સુરતના પાલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વીડિયો વાયરલ થતા જ આવા જોખમી સ્ટન્ટ કરનાર યુવક-યુવતી (Couple) સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી ત્યારે આ યુવક-યુવતી સામે પોલીસે કારદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવની વિગતો મુજબ આ વીડિયો છ દિવસ પહેલાનો હતો. જેમાં બાઇક પર યુવતી સાથે નીકળેલો આ યુવક અડાજણનો 20 વર્ષનીય અબ્દુલ રહેમાન મોહમ્મદ ઇમ્તિયાઝ હતો અને તેની સાથે ફિયાન્સી હતી. દરમિયાનમાં તેમનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે અબ્દુલની સામે કલમ 279 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસે ધરપકડ કર્યા બાદ તેમની પાસેથી દંડ વસૂલી અને જામીન પર મુક્ત કર્યા હતા.

આ પણ વાંચો :  સુરત : ઓવરબ્રિજ પર 'મોતના કૂવાનો ખેલ' ભારે પડ્યો, Live Video વાયરલ થતા પોલીસે કરી ધરપકડ

અબ્દુલ સેકન્ડ ઇયર બીકોમનો વિદ્યાર્થી છે. તેણે અને સાથે જોવા મળતી યુવતીએ સમગ્ર ઘટનાક્રમના પડઘા પડ્યા પછી સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂકી અને માફી માગી હતી. તેણે કહ્યું હતું કે  'અમને ખબર નથી કે અમે શું ભૂલ કરી છે પરંતું હું સ્વીકારું છું કે વગર હેલ્મેટે આ પ્રકારના સ્ટન્ટ ન કરવા જોઈએ. કોણે અમારી સામે ફરિયાદ કરી તેની ખબર નથી પરંતું જેણે પણ ફરિયાદ કરી હું તેનો આભારી છું કે તેના કારણે મને મારી ભૂલ સમજાઈ. હું માફી માગું છું કે આ પ્રકારે ન કરવું જોઈએ. તમે પણ જો બાઇક ચલાવતા હોવ તો હેલ્મેટ પહેરજો અને જાહેરમાં માસ્ક પહેરજો'આ યુવક યુવતીના વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈક દરમિયાન આગળ એટલે કે બાઇકની ટાંકી પર આવી જાય છે. જે બાદમાં બંને જાહેરમાં જ ન કરવાની હરકતો કરવા લાગે છે. આ સ્ટન્ટથી બંનેનો જીવ જોખમમાં મૂકાવાની શક્યતા રહેલી હતી.

પ્રિન્સીનો વીડિયો થયો હતો વાયરલ: સુરત ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને (KTM sports bike) છૂટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વીડિયો વાયરલ (viral video) થયો હતો. આ યુવતી બોરડોલીની પ્રિન્સી છે. પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 3.28 લાખ ફોલોઅર્સ છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ કૉલેજીયન યુવતીની અટકાયત કરી હતી. રાઇડિંગની શોખીન એવી પ્રિન્સીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 500થી વધુ પોસ્ટ અપલોડ કરી છે. જેમાં મહત્તમ પોસ્ટ બાઇક રાઇડિંગની છે.

આ પણ વાંચો : PHOTOS : બારડોલીની સંજના ઉર્ફ પ્રિન્સીના ઇન્સ્ટામાં છે લાખો ફોલોવર્સ, Viral videoના કારણે આવી વિવાદમાં

પ્રિન્સીનો જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તેણીએ માસ્ક પણ પહેર્યું નથી. પોલીસ કંટ્રોલ રૂમને આ વીડિયો મળતા હરકતમાં આવેલી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ બારડોલીની આ યુવતીને પકડી પાડીને જેલમાં ઘકેલી હતી. જોકે, થોડા સમય બાદ તે જામીન પર મુક્ત થઈ હતી.
Published by:Jay Mishra
First published:

Tags: Surat crime news, Surat Latest News, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन