Home /News /south-gujarat /

સુરત: મનપાની લાલા આંખ, BRTS કોરિડોરમાં ST બસ ચલાવી તો થશે કાયદેસરની કાર્યવાહી

સુરત: મનપાની લાલા આંખ, BRTS કોરિડોરમાં ST બસ ચલાવી તો થશે કાયદેસરની કાર્યવાહી

પેટા ઃ ગતરોજ બીઆરટીએસ કોરીડોરમાં એક એસટીની વોલવો બસે એક બાળકને અડફેટે લેતા તેનું મોત નિપજયું હતું

પેટા ઃ ગતરોજ બીઆરટીએસ કોરીડોરમાં એક એસટીની વોલવો બસે એક બાળકને અડફેટે લેતા તેનું મોત નિપજયું હતું

સુરત બીઆરટીએસ કોરીડોરમાં બીઆરટીએસ, તેમજ અમુક જગ્યાએ સીટી બસ તેમજ ઇમરજન્સી વહિકલને જવાની છુટ આપવામાં આવી છે. એ ઉપરાંત એક પણ વાહન બીઆરટીએસ કોરીડોરમાથી પસાર થઇ શકે નહીં. પરંતુ અવાર નવાર એસટી વિભાગની બસો બીઆરટીએસ કોરીડોરમાં ચાલતી હોઇ, સુરત મહાનગર પાલિકા દ્વારા એસટી વિભાગને ચેતવણી આપતો પત્ર લખવામાં આવ્યો છે કે જો બીઆરટીએસ કોરીડોરમાં એસટી વિભાગની બસ પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે ગઇકાલેજ એસટી વિભાગની વોલ્વો બસ દ્વારા બીઆરટીએસ કોરીડોરમાં એક બાળકને અડફેટે લેવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નિપજયું હતું. જેને લઇને મનપા દ્વારા આ પત્ર લખ્યો હતો.

બીઆરટીએસ એ એક હાઇ સ્પીડ કોરીડોર સેવા છે, જેમાં મુસાફરો એક સ્ટેશનેથી બીજા સ્ટેશને સીધા કોરીડરમાં બસ મારફતે ઝડપથી મુસાફરી કરી શકે. આ કોરીડોરમાં અન્ય કોઇ પણ વાહનોને વાહન ચલાવવાની પરમિશન આપવામાં આવી નથી. પરંતુ અપવાદ રૂપ કિસ્સાઓમાં ઇમરજન્સી વહિકલ, ફાયર, એમ્બયુલન્સ, પોલિસ સહિતની ગાડીઓ તેમાંથી પસાર થઇ શકે છે.



પરંતુ છેલ્લા ઘણા સમયથી ખટોદરાથી સચિન અને વરાછાથી સરથાણા વાળા બિઆરટીએસ કોરીડોરમાં જીએસઆરટીસીની એસટી બસો તેમજ વોલ્વો બસો પસાર થવાની ફરિયાદો મળી હતી. જેથી અનેક વખત ટકોર પણ કરવામા આવી હતી. તેમ છતા એક એસટી વિભાગની વોલવો બસનો ચાલક બસ લઇને બીઆરટીએસ કોરીડોરમાં ઘુસી ગયો હતો. જયા ભેસ્તાન પાસે બસ દ્વારા બીઆરટીએસ કોરીડોરમાં એક બાળકને અડફેટે લઇ લીધો હતો જેમાં શ્રમજીવી પરિવારના માસુમનું કરૂણ મોત નિપજયું હતું.

આ ઘટનાને લઇને સુરત મહાનગર પાલિકા દ્વારા ચેતવણી રૂપ લેટર એસટી નિયામકને લખવામાં આવ્યો છે. જેમાં સપષ્ટ કહેવામાં આવ્યું છેકે જો હવે એસટી વિભાગની બસો બીઆરટીએસ કોરીડોરમાં મળી આવશે તો તેમની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી લીગલ એકશન લેવામાં આવશે.
Published by:kiran mehta
First published:

Tags: ST Bus, ST Department, Surat Corporation

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन