સુરત: કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિની હિસ્ટ્રી લેવા આવેલા મનપા અધિકારીએ પરિવારને ભાંડી ગાળો

સુરત: કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિની હિસ્ટ્રી લેવા આવેલા મનપા અધિકારીએ પરિવારને ભાંડી ગાળો
ગેરવર્તન કરનાર અધિકારી.

સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોઈ દર્દી કોરોના પોઝિટિવ આવે ત્યારે આ દર્દીની હિસ્ટ્રી લેવા માટે મનપા દ્વારા ટીમો બનાવવામાં આવી છે.

  • Share this:
સુરત: કોરોના મહામારી (Surat coronavirus pandemic) વચ્ચે લોકો પોતાના સ્વજન ગુમાવી રહ્યા છે. આ સમયે મહાનગર પાલિકા (Surat Municipal corporation)ના કેટલાક કર્મચારીઓ આવા લોકોના ઘરે પહોંચીને તેમની હિસ્ટ્રી લેતા હોય છે. સુરતના ઉતરાણ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં હિસ્ટ્રી (Corona patient history) લેવાના નામે મનપા કર્મચારીએ દાદાગીરી કરી હતી. સ્થાનિકે વિરોધ કરતા કર્મચારી અશોભનીય વર્તન કરતો હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે. ઘરે શોકસભા ચાલી રહી હતી ત્યારે જ મનપાના અધિકારીઓ આવ્યા હતા અને દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. પરિવારના લોકોએ વીડિયો ઉતારવાનું શરૂ કરતા અધિકારીઓએ પરિવારના લોકોને ગાળો ભાંડી હતી.

સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોઈ દર્દી કોરોના પોઝિટિવ આવે ત્યારે આ દર્દીની હિસ્ટ્રી લેવા માટે મનપા દ્વારા ટીમો બનાવવામાં આવી છે. સુરતના ઉતરાણ ખાતે આવેલા હેલ્થ મેડિકલ સેન્ટરના મેડિકલ ઑફિસર એક કોરોના પોઝિટિવ દર્દીના ઘરે હિસ્ટ્રી લેવા ગયા હતા. જેની હિસ્ટ્રી લેવા ગયા હતા તે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, તેનાથી અજાણ આ અધિકારીએ પરિવાર સાથે માથાકૂટ શરુ કરી હતી.આ પણ વાંચો: સુરત: મહિલા કોર્પોરેટરનો અનોખ સેવા યજ્ઞ, કોરોના દર્દીઓની તકલીફો દૂર કરવા આપે છે મસાજ થેરપી

જોકે, પરિવારે જેની હિસ્ટ્રી લેવા આવ્યા છે તે મૃત્યુ પામ્યાની વાત કરી હતી. આ દરમિયાન શોકસભા ચાલતી હતી, આથી પરિવારે અધિકારીને પાંચ-10 મિનિટમાં હિસ્ટ્રી આપવાનું જણાવ્યું હતું. જોકે, અધિકારીઓને જાણે કે છૂટો દોર મળી ગયો હોય તેમ તેઓ તાડુકવા લાગ્યા હતા અને દાદાગીરી પર ઉતરી આવ્યા હતા.અધિકારીની દાદાગીરી જોઈને પરિવારે આ ઘટનાની વીડિયો શૂટિંગ શરૂ કર્યું હતું. વીડિયો શૂટિંગ શરૂ કરતા જ અધિકારી ગુસ્સે ભરાયા હતા અને ગાળો ભાંડવા લાગ્યા હતા. બાદમાં પરિવારે આ અંગેનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. એક તરફ કોઈ પરિવારે જ્યારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે ત્યારે પણ અધિકારીઓ નફ્ફટ થઈને દાદાગીરી પર ઉતરી આવે છે અને ગાળો આપી રહ્યા છે તે ઘટનાની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દરરોજ ફક્ત રૂ.167ની બચત કરીને પણ બની શકો છો કરોડપતિ, જાણો આકર્ષક સ્કીમ અંગે

આ પણ વાંચો: સુરત: ઈન્જેક્શન, ઑક્સિજન, અંતિમ સંસ્કાર બાદ હવે મરણના દાખલા મેળવવા લાઈનો લાગી!

આ વીડિયો વાયરલ થયા બાદ હવે સુરત મ્યુનિસિપલ કમિશનર અધિકારી સામે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. બીજું કે જો અધિકારીઓ આવી જ રીતે ગેરવર્તન કરતા રહેશે તો ક્યાંક કોઈએ લોકોના રોષનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં.
Published by:Vinod Zankhaliya
First published:April 27, 2021, 16:14 pm

ટૉપ ન્યૂઝ