તક્ષશિલાની ગોઝારી ઘટના બાદ જમ્પિંગ કુશન ખરીદવાની SMCની તૈયારી

News18 Gujarati
Updated: November 6, 2019, 8:38 AM IST
તક્ષશિલાની ગોઝારી ઘટના બાદ જમ્પિંગ કુશન ખરીદવાની SMCની તૈયારી
ફાઇલ તસવીર

તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટનામાં 22 માસૂમોના મોત બાદ મનપાએ જમ્પિંગ કુશન ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં 24 મે, 2019ના રોજ સરથાણાની તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટનાના છ માસ પૂરા થયા બાદ આવી દુર્ઘટનાથી લોકોને બચાવી શકાય તે માટે જમ્પિંગ કુશન ખરીદવાનો નિર્ણય મનપાએ લીધો છે. આ મામલે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જોકે, દુર્ઘટનામાં 25 મીટર ઊંચાઈથી કૂદવામા આવે તો વ્યક્તિ સલામત રહે તેવા કુશન ખરીદવા માટે પાલિકાએ તૈયારી શરૂ કરી છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટનાને સુરતના લોકો કદી ભૂલી શકશે નહીં. આ દુર્ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આર્કેડમાં આગ લાગી ત્યારે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બીજા માળેથી નીચે કૂદી ગયા હતા. જીવ બચાવવા માટે જમ્પ કરનારા વિદ્યાર્થીઓ અને આગને કારણે ગુંગળાઈને 22 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચો : તક્ષશિલા અગ્નિકાંડ મામલો, 10 આરોપીઓના જામીન કોર્ટે રદ કર્યા

દુર્ઘટના દરમિયાન જીવ બચાવવા માટે નીચે કૂદેલા બાળકોને બચાવવા માટે ફાયર વિભાગ પાસે નેટ કે જમ્પિંગ કુશન ન હતા. આ દુર્ઘટના બાદ ફાયર વિભાગ સતત આવી વસ્તુઓની ખરીદી માટે માગણી કરી રહ્યું હતું. અંતે આ આકસ્મિક સમયે કામ લાગે તેવું જમ્પિંગ કુશન ખરીદવાનો નિર્ણય સુરત મહાનગર પાલિકાએ લીધો છે. આ બાબતે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા, જેમાં ભારતીય કંપની ઉપરાંત જર્મની અને તૂર્કીની કંપનીએ પણ ટેન્ડર ભર્યા છે.

સુરત મહાનગર પાલિકા શહેરના 7 ઝોન માટે 7 જમ્પિંગ કુશન ખરીદશે. હાલ ટેન્ડરમાં જે ઍફર આવી છે તેમાં એક કુશન માટે 13 લાખની ઓછામાં ઓછા કિંમતની ઍફર મળી છે. આ કુશન એવા પ્રકારના હશે જેમાં દુર્ઘટના વખતે કોઈ વ્યક્તિ 25 મીટરની ઊંચાઈથી કૂદે તો પણ તે સલામત રહી શકશે. આ જમ્પિંગ કુશનની ઊંચાઈ બે મીટરની રહેશે. પ્રાયોગિક ધોરણે આવા 7 જમ્પિંગ કુશન ખરીદવાની મહાનગર પાલિકાની તૈયારી છે.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर