સુરત કોર્પોરેશનનો તાયફો, પ્રજાના પૈસે પદાધિકારીઓ માટે મંગાવ્યા લાખોના ખર્ચે 116 શૂટ
News18 Gujarati Updated: June 1, 2018, 11:12 PM IST

- News18 Gujarati
- Last Updated: June 1, 2018, 11:12 PM IST
સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયાઝાટક બની રહી છે. બીજી તરફ હવે પ્રજાના જ પૈસે પાલિકા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની ટર્મ પુરી થતા બ્લેઝર સૂટ ખરીદી લાખો રૂપિયામાં ખર્ચે ફોટો સેશન કરવા નીકળી પડયા છે. શુ છે આ ફોટો સેશન જોઈએ આ અહેવાલમાં.
સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઈ રહી છે, ત્યાં બીજી તરફ સુરત મનપામાં બેઠેલા શાસક પક્ષના નેતાઓ પ્રજાના પૈસે ખોટા તાયફા કરવા જઈ રહ્યા છે. વાત જરા એમ છે કે, મનપામાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓની ટર્મ 14મી જૂને પૂર્ણ થઈ રહી છે. ત્યારે 116 જેટલા પદાધિકારીઓને બ્લેઝર પહેરાવી ફોટો શૂટ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે... એટલુ જ નહીં મનપાએ આ ફોટો શૂટ માટે સરકારને પત્ર લખી ફંડની પણ માગ કરી છે. આ ફોટો શૂટ માટે અઢી લાખ રૂપિયા જેટલો ખર્ચ થવાનો હોવાની પણ જાણકારી મળી છે.
14મી જૂને સુરત મહાનગર પાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના 116 જેટલા પદાધિકારીઓને બ્લેઝર પહેરાવી ફોટો સેશનનું આયોજન કરવામા આવ્યુ છે. એકતરફ સુરત મનપાની તિજોરી તળિયાઝાટક થઈ રહી છે, ત્યાં બીજી તરફ સુરત મનપામાં બેઠેલા શાસક પક્ષના નેતાઓ પ્રજાના પૈસે ખોટા તાયફા કરવા જઈ રહયા છે. જાતે મહાનગરપાલિકાના મેયરે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ફંડની માંગ પણ કરી છે. તો જનતાના પૈસે પાલિકાના પદાધિકારીઓ ખોટા ખર્ચ કરવા નીકળી પડયા છે. જો કે સવાલ અહીં એ ઉભો થાય છે કે સુરત મનપાને એવી તો શું જરૂર આવી પડી કે, પ્રજાના પૈસે આવા તાયફા કરવાની જરૂર આવી પડી છે. આ અંગે સુરત મેયરને પૂછવામાં આવ્યું તો કોઈ વિવાદ જ ન થયો હોય તેમ કહી હાથ ખંખેરી લેવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, 14મી જૂને ટર્મ પુરી થઈ રહી છે, જેને લઈ આ ફોટો સેસનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોઈ નવી વાત નથી, જ્યારે જ્યારે ટર્મ પુરી થાય છે ત્યારે એકસમુહ ફોટો સેસન કરવામાં આવે છે.સુરત મહાનગરપાલિકાની આ ફોટો સેસનવાળી નિતી સામે કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર માત્ર ફોટો સેશન માટે અઢી લાખનો ખોટો ખર્ચો કરવા જઈ રહી છે. જેનો પોતે સખત વિરોધ કરે છે. તેમણે જણાવ્યું છે કે, તે પોતે બ્લેઝરનું માપ આપવા નથી ગયા. બ્લેઝર પહેરી ખોટા ખર્ચા કરવામાં તેઓ નથી માનતા. આ એક પ્રકારનો ફોટો શેશન છે જેનો સખ્ત વિરોધ પણ કરશે.
31મીના રોજ જળ સંચય અભિયાન કાર્યક્રમની પુર્ણાહુતી હતી. જેને લઈ સુરતમાં તાપી નદીના કિનારે મનપા અને ભાજપ સાશકો દ્વારા નર્મદા હવન કરી દેખાડો કરવામાં આવ્યો. નર્મદા હવન વેળાએ કુલ પાંચ હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પણ ખોટા ખર્ચ કરી તાયફા કરવામાં આવ્યા. પહેલાથી જ સુરત મનપાની તિજોરી નાણાભીડ ની સમસ્યા સામે ઉભી છે, તો બીજી તરફ આવા પ્રકારના ખર્ચા કરી પાલિકા અને શાસકપક્ષ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં હવે પ્રજાના જ પૈસે કુલ 116 બ્લેઝર સુટ ખરીદી કરી ફોટો સેસન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક સૂટની કિંમત આંકવામાં આવે તો સંભવત 2 હજાર જેટલી થાય છે. જેની કુલ કિંમત અઢી લાખને આંબી જાય છે. હવે તમે જ બતાવો સુરત મનપા અને શાસક પક્ષ આ ફોટો સેસન કરી શુ મોટી ધાડ મારવા માંગે છે તે સમજાતું નથી.
સ્ટોરી - કિર્તેશ પટેલ

Loading...