સુરત : ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને જાણકારી આપી

News18 Gujarati
Updated: August 27, 2020, 9:49 AM IST
સુરત : ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને જાણકારી આપી
હર્ષ સંઘવી (ફાઇલ તસવીર)

મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના મિત્ર વર્તુળની મદદથી કોરોના દર્દીઓ માટે એક હૉસ્પિટલ શરૂ કરી છે. જ્યાં 182 જેટલા દર્દીઓને સારવાર મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

  • Share this:
સુરત : ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi) કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા છે. તેઓએ જાતે જ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. હર્ષ સંઘવી સુરતની મજુરા બેઠક (Surat Majura Constituency) પરથી ભાજપના ધારાસભ્ય (BJP MLA) છે. હર્ષ સંઘવીએ આજે સવારે ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ (Corona Test)કરાવવાની સલાહ આપી છે. હર્ષ સંઘવી છેલ્લા ઘણા દિવસોથી 'કોરોના વૉરિયર'  તરીકે કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ખૂદ પોઝિટિવ આવતા લોકોને તેમના સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે તેમજ લોકો યુવા ધારાસભ્ય ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

હર્ષ સંઘવીનું ટ્વીટ

હર્ષ સંઘવીએ આજે સવારે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આજે મેં કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હું સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોથી જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે તેમજ જરૂરી અન્ય કાળજી લે."


કોરોના હૉસ્પિટલ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના મિત્ર વર્તુળની મદદથી કોરોના દર્દીઓ માટે એક હૉસ્પિટલ શરૂ કરી છે. જ્યાં 182 જેટલા દર્દીઓને સારવાર મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. હૉસ્પિટલ બનાવવાનો ખર્ચ ધારાસભ્ય અને તેમના મિત્રોએ ઉઠાવ્યો છે.

બુધવારે સુરતમાં વધુ 222 કેસ નોંધાયા :

બુધવારે સુરત શહેરમાં 168 જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 54 દર્દી સાથે કુલ કોરોના દર્દીની સંખ્યા 19,825 પર પહોંચી છે. બુધવારે કોરોનાથી 4 લોકોનાં મોત થયા હતા. આ સાથે જ સુરતમાં કુલ મૃત્યાંક 794 પર પહોંચ્યો છે. કુલ 19,825 કેસમાંથી શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 15,592 અને ગ્રામ્ય વિસ્તારમાં દર્દીની સંખ્યા 4,233 છે. સુરતમાં આજ દિવસ સુધી શહેર વિસ્તારમાં 16,391 લોકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી 3,400 દર્દી સાજા થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: August 27, 2020, 9:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading