સુરત : તંત્રની વધુ એક બેદરકારી, વેક્સીન લીધી ન હોવા છતા, 10 લોકોને સક્સેસફૂલ વેક્સીનનો મળ્યો મેસેજ

સુરત : તંત્રની વધુ એક બેદરકારી, વેક્સીન લીધી ન હોવા છતા, 10 લોકોને સક્સેસફૂલ વેક્સીનનો મળ્યો મેસેજ
વેક્સીન મુકાવી ન હતી તો પણ વેક્સીન લઈ લીધાનો મેસેજ મળ્યો

તંત્રની લાલિયાવાડી મામલે જિલ્લા કલેકટરને ફરિયાદ કરવા આવી હતી અને આ મેસેજ આવનાર શ્રમિકોને વેક્સીન આપવાની વ્યવસ્થા કરવાની રજુવાત કરવામાં આવી

  • Share this:
સુરત : શહેરમાં આજે એક એવી ઘટના સામે આવી છે કે, તંત્રની લાલલીયાવાડી ખુલ્લી પડી ગઈ છે. અહીંયા એક બાજુ વેક્સીનની તારીખ હોવા છતા સેન્ટર બંધ દેખાઈ રહ્યા છે તો બીજીબાજુ એક બે નહિ પણ 10 લોકોને વેક્સીન મુકાય ગઈ છે તેવો મેસેજ આવતા આ લોકો અસમંજસમાં મુકાયા હતા. જોકે આ મામલે સુરત કલેક્ટને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

કોરોના મહામારી વચ્ચે સતત તંત્રની લાલિયાવાડીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. સુરતના છેવાડે આવેલ સચિન GIDC વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને કોરોના મહામારી વચ્ચે વેક્સીન મળી રહે તે માટે સેન્ટર ઉભું કરવામાં આવ્યુ હતું. જોકે અહીંયા વેક્સીન મુકવા માટે કેટલાક શ્રમિકો દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું.આ પણ વાંચો - સુરત : બાઈક એક ટ્રક વચ્ચે Live અકસ્માત Video: બાઈક 30-40 ફૂટ ઢસડાયું, યુવાનનું કરૂણ મોત

જોકે આજની તારીખ હતી ત્યારે આ શ્રમીકો વેક્સીન મુકવા ગયા હતા ત્યારે વેક્સીન નહિ હોવાને લઈને આજે વેક્સીન સેન્ટર બંધ રાખવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યું. આ શ્રમિકોને બપોર થતા તેમના ફોન પર તેમની વેક્સીન મુકાઈ ગઈ હોવાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ એક બે નહિ પણ 10 શ્રમિકોને મળતા આ શ્રમિકો અસમંજસમાં મુકાયા હતા. વેક્સીન મુકાવી નથી અને મેસેજ આવતા આ શ્રમિકોએ સચિન GIDC આગેવાનોને આ મામલે જાણકારી આપી હતી.

આ પણ વાંચોશિક્ષકે પત્ની અને 13 મહિનાના બાળકનું ગળું કાપી નાખ્યું, પછી ફાંસી લગાવી લીધી, કેમ બની આઘાતજનક ઘટના?

જોકે વેક્સીન મુક્યા વગર મેસેજ આવતા હોવાનું આગેવાનોના ધ્યાનમાં આવતા તંત્રની લાલિયાવાડી મામલે જિલ્લા કલેકટરને ફરિયાદ કરવા આવી હતી અને આ મેસેજ આવનાર શ્રમિકોને વેક્સીન આપવાની વ્યવસ્થા કરવાની રજુવાત કરવામાં આવી હતી. આવો મેસેજ મળતા થોડા સમય માટે શ્રમિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ મામલે જિલ્લા કલેકટર દ્વારા ગંભીરતા દાખવી આ મામલે તાપસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
Published by:kiran mehta
First published:May 04, 2021, 23:34 pm

ટૉપ ન્યૂઝ