સુરતઃ બિન ન ભરતા હોસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂક્યો, 'હલકી' હરકત CCTVમાં કેદ

સુરતઃ બિન ન ભરતા હોસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂક્યો, 'હલકી' હરકત CCTVમાં કેદ
cctv પરથી તસવીર

ડૉક્ટરે એક્સરે પડાવાનું કહેતા એક્સ-રે પડાવી વધુ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને દવા લઈ માટે બે દિવસમાં ચાર હજારથી વધુ કિંમતની દવા મંગાવી હતી અને ત્યારબાદ 10-10 હજાર બે વાર ડિપોઝિટ કરવા કહ્યું હતું.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) ખાનગી હૉસ્પિટલની (private) વધુ એક બેદરકારી સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં (pandesara) આવેલી એક હૉસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો (corona patient) મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે આ મામલે પરિવારોએ હોબાળો મચાવવાની સાથે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તે હૉસ્પિટલનું બિલ નહીં ભરતા હૉસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મૂકી દીધો હતો.  આ મામલે હવે હોસ્પિટલની માનતા નેવી મુક્યાનો વીડિયો સામે આવતા આ ઓડિશા સમાજનાને ન્યાંય મળે તે માટે સમાજના આગેવાનો આગળ આવીને અધિકારી આ મામલે ગુનો દાખલ કરવા સાથે કાર્યવાહી કરવાની કરી છે માગ સુરતમાં (surat) માનવતા જાણે મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ત્યારે બે દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે, તેના પુત્રને તાવ આવતો હોવાથી ડૉક્ટરની દવા લીધી હતી.જોકે સારું નહીં થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરે અઢી હજારમાં સારું થઈ જશે એવું કહ્યું હતું.ઉડિયા સમાજના અગ્રણી


જોકે ડૉક્ટરે એક્સરે પડાવાનું કહેતા એક્સ-રે પડાવી વધુ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને દવા લઈ માટે બે દિવસમાં ચાર હજારથી વધુ કિંમતની દવા મંગાવી હતી અને ત્યારબાદ 10-10 હજાર બે વાર ડિપોઝિટ કરવા કહ્યું હતું. જોકે, આટલું કરવા છતાં પણ તેઓના દીકરો મૃત્યુ પામ્યો અને હૉસ્પિટલ બહાર રોડ ઉપર મૂકીને હૉસ્પિટલ સંચાલકોએ તાળા મારી દીધા હતા.

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

જેને લઇને તેઓ રોષે ભરાતા હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જોકે આ હોસ્પિટલ ની માનવતા નેવે મુકીયાના પુરાવા સામે આવ્યા છે. તે દિવસના સીસીટીવીમાં હોસ્પિટલ મૃતદેહ મૂકીને માનવતાની હત્યા કરતા દેખ્યા છે .

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

જેને લઈને ઓડિસાના આ પરિવાર ગરીબ હોવાને લઈને તેમને ન્યાય મળે તે માટે સમાજના આગેવાન આજે પોલીસ ક્સ્મિન્સનરી સાથે કલેકટર અને મનપા કમિશનર રજુવાત કરી હોસ્પિટલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહીની માંગ કરી છે તે ઉપરાંત ઓડિસા સરકારને એક નોડલ ઓફિસર ની નિમણુંક કરી તેમાં સમાજના લોકોને ન્યાં મળે તેવી માંગણી કરી છે.જોકે આવી પરિસ્થિતિમાં હોસ્પિટલે માનતા દેખાડવાની જગિયા પર મૃતદેહ રસ્તેરઝળતો મૂકીને આ સમયે કોરોના ફેલટવું કૂટ્યું કરિયું છે તે સમાજ માટે નુકસાન કર્ક છે ત્યારે ઓડિસા સરકારને મદદ માટે રજુવાત કરવામાં આવી છે  જોકે, પરિવારજનોનું કહેવું છે કે, ભલે હૉસ્પિટલના સંચાલકો અને માનવતા મરી પરવારી હોય પરંતુ અમારામાં માનવતા છે અમને ન્યાય મળે કે ન મળે અમે અમારા દીકરાના મૃતદેહને લઇ જઈ તેની અંતિમવિધિ કરશું.
Published by:ankit patel
First published:May 03, 2021, 15:30 pm

ટૉપ ન્યૂઝ