સુરતમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં આંશિક ઘટાડો, આ વિસ્તારોમાં મૉલ, દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ


Updated: August 10, 2020, 3:41 PM IST
સુરતમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં આંશિક ઘટાડો, આ વિસ્તારોમાં મૉલ, દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ
પ્રતિકાત્મક તસવીર

સોમવારે નોંધાયેલા નવા કેસોમાં સિવિલ, સ્મીમેર અને ખાનગી હૉસ્પિટલના તબીબો, કાપડ વર્કર, ડાયમંડ વર્કર, નર્સ વગેરે સંક્રમિત થયા છે.

  • Share this:
સુરત : સુરત શહેર (Surat City Coronavirus Updates) સહિત જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં કંઇક અંશે ઘટાડો દેખાયો છે. પરંતુ સરેરાશ રોજના 200 જેટલા કેસો હજુ પણ આવી રહ્યા છે. તેની સામે મોત (Coronavirus Death)નો આંકડો પણ ઓછો થયો છે. આ દરમિયાન સોમવારે સુરત શહેરમાં નવા 75 અને જીલ્લામાં 30 કેસ મળી કુલ 105 કેસો નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીનાં મોત થયા છે. આ સાથે કુલ મૃત્યાંક 690 પર પહોંચ્યો છે.

સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે કતારગામ, અઠવા અને રાંદેરમાં કેસોની સંખ્યા વધવા માંડી છે. જેના કારણે પાલિકાએ આ તમામ વિસ્તારોમાં ધન્વંતરી રથ અને 104ની સેવા લોકો લે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત આ ત્રણ ઝોનમાં વધી રહેલા કેસને જોતા પાલિકાએ આ વિસ્તારના તમામ મૉલ, મોટી દુકાનોને સ્વૈચ્છિક બંધ કરવા માટેની અપીલ પણ કરી છે. આ દરમિયાન સોમવારે બપોર સુધી સુરત શહેરમાં વધુ 75 કેસ નોધાયા છે.

આ પણ વાંચો : રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત

આ સાથે શહેરમાં 12,780 કેસો નોંધાઇ ચૂક્યા છે. જ્યારે જિલ્લામાં પણ કેસો વધી રહ્યા છે. બપોર સુધીમાં 30 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક 3,145 કેસો નોધાયા છે. આમ સુરત જિલ્લામાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 15,915 પર પહોંચ્યો છે. આ ઉપરાંત કોરોનામાં વધુ ત્રણ દર્દીઓનાં મોત નિપજતા મૃત્યાંઆંક 690 પર પહોચ્યો છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે.

 વીડિયો જુઓ : મંગળવારથી માસ્ક ન પહેરવા પર રૂ. 1000 દંડ વસૂલાશે
અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી 11,884 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. સોમવારે નોંધાયેલા નવા કેસોમાં સિવિલ, સ્મીમેર અને ખાનગી હૉસ્પિટલના તબીબો, કાપડ વર્કર, ડાયમંડ વર્કર, નર્સ વગેરે સંક્રમિત થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: August 10, 2020, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading