Home /News /south-gujarat /

સુરતમાં Corona બેકાબૂ: 24 કલાકમાં 483 કેસ, આ વિસ્તારો છે સૌથી મોટા હોટસ્પોટ

સુરતમાં Corona બેકાબૂ: 24 કલાકમાં 483 કેસ, આ વિસ્તારો છે સૌથી મોટા હોટસ્પોટ

સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ શહેરના સંક્રમણ ચરમસીમાએ

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 483 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 429 કેસ, જાણો ક્યા વિસ્તારોમમાં ફેલાયું સંક્રમણ

સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 483 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 429 જયારે ગ્રામીણ વિસ્તારમાં 54 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 59063 પર પહોંચી છે, જયારે આજે 02 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1149 પર પહોંચ્યો છે, તેવામાં આજે 316 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન ન કરવાને લઈને લીધે શહેરમાં ત્રીજી વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 483 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 429 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 45182 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 54 કેસ સાથે દર્દી સંખ્યા 13881 પર પહોંચી છે.

આ પણ વાંચો : સુરત : હીરાના કારખાના બંધ કરાવવા ગયેલા SMC કર્મચારીને દોડાવી દોડાવી ભગાવ્યા, Video થયો Viral

287 મૃત્યુ જિલ્લાના છે અને 862 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1149 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 297 જ્યારે જિલ્લામાં આજે 19 દર્દીને રજા આપતા, કુલ 316 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા જેમાં શહેર વિસ્તારમાં 55,530 જયારે ગ્રામ્ય વિસ્તારના 12986 દર્દી છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 32, વરાછા એ ઝોનમાં 34, વરાછા બી 2 26 , રાંદેર ઝોન 75, કતારગામ ઝોનમાં 28, લીંબાયત ઝોનમાં 64, ઉધના ઝોનમાં 57 અને અથવા ઝોનમાં 113 કેસ નોંધાયા છે.

જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરત : 'મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે,' પુત્રના વિરહમાં પિતાએ જિંદગી ટૂંકાવી

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 12, ઓલપાડ 03, કામરેજ 15, પલસાણા 13, બારડોલી 08, મહુવા 01, માંડવી 00, અને માંગરોળ 02, અને ઉમરપાડા 00 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus, Surat corona cases, Surat covid 19, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन