સુરત : આજે રેકોર્ડબ્રેક 1469 નવા કેસ, જાણો શહેરના ક્યા વિસ્તારોમાં સ્થિતિ છે ગંભીર

સુરત : આજે રેકોર્ડબ્રેક 1469 નવા કેસ, જાણો શહેરના ક્યા વિસ્તારોમાં સ્થિતિ છે ગંભીર
સુરતમાં કોરોનાની સ્થિતિ વિકરાળ

જાણો શહેરના જુદા જુદા ઝોન પ્રમાણે અને જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આજે ક્યાં ક્યાં કેટલા કેસ નોંધાયા

  • Share this:
સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 1469 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 1174 જયારે ગ્રામીણ વિસ્તારમાં  295 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 76416 પર પહોંચી છે, જયારે આજે 19 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1302 પર પહોંચ્યો છે, તેવામાં આજે 788 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 1469 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1174 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 58902  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 295  કેસ સાથે દર્દી સંખ્યા 17514 પર પહોંચી છે.આજે કોરોના ની સારવાર દરમિયાન 19 લોકોના મોત થયા છે જેમાં 295 મૃત્યુ જિલ્લાના છે અને 1007 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1302 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 627 જ્યારે જિલ્લામાં આજે 161 દર્દીને રજા આપતા, કુલ  788 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 68751 જેમાં શહેર વિસ્તારમાં 53760 જયારે ગ્રામ્ય વિસ્તારના 15003 દર્દી છે.

આ પણ વાંચો : સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 123, વરાછા એ ઝોનમાં 146, વરાછા બી 2 120 , રાંદેર ઝોન 196, કતારગામ ઝોનમાં 165, લીંબાયત ઝોનમાં 120, ઉધના ઝોનમાં 114 અને અથવા ઝોનમાં 199 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વલસાડ : આડા સંબંધોમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, મર્ડરને આપઘાતમાં ખપાવા ઘડ્યો હતો માસ્ટર પ્લાન

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 38, ઓલપાડ 16, કામરેજ 55, પલસાણા 47, બારડોલી 49, મહુવા 06, માંડવી 61, અને માંગરોળ 23, અને ઉમરપાડા 00 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:April 12, 2021, 23:08 pm