સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિ: ઠેર ઠેર 'I Support જનતા લૉકડાઉન'નાં બેનરો લાગ્યા; કેન્દ્રની ટીમના શહેરમાં ધામા

સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિ: ઠેર ઠેર 'I Support જનતા લૉકડાઉન'નાં બેનરો લાગ્યા; કેન્દ્રની ટીમના શહેરમાં ધામા
સુરતમાં ઠેર ઠેર જનતા લૉકડાઉનના બેનર લાગ્યો.

જો સરકાર કોઈ મોટો નિર્ણય ન કરે તો કેટલાક વિસ્તારમાં જનતા લૉકડાઉન લાગી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

  • Share this:
સુરત: સુરતમાં કોરોનાનું સંક્રમણ (Surat coronavirus) દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને લઈને સરકાર દ્વારા રાત્રે આઠથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ (Night curfew) લાદવામાં આવ્યો છે. સુરતમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને શહેરમાં ઠેર ઠેર લૉકડાઉન (Lockdown)નાં બેનરો લગાડવામાં આવ્યા છે. લોકો પણ લૉકડાઉનની તરફેણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ કોરોનાની સ્થિતિ બેકાબૂ બની જતા કેન્દ્રની ટીમે સુરત (Surat)માં ધામા નાખ્યા છે. કેન્દ્રથી ત્રણ વૈજ્ઞાનિક ડૉક્ટર અને અધિકારી સહિતની 12 સભ્યોની ટીમ સુરત આવી પહોંચી છે. અન્ય એક સમાચાર પ્રમાણે સુરતને રેમડેસિવિર ઇન્જેક્શનનો પાંચ હજારનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

શહેરમાં આઈ સપોર્ટ જતના લૉકડાઉનના બેનર લાગ્યાસુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શહેરના કેટલાક વિસ્તારમાં જનતા લૉકડાઉનના બેનર જોવા મળ્યા છે. કેટલાક વેપારીઓ જનતા લૉકડાઉનની તરફેણ કરી રહ્યાં છે. હવે જો સરકાર કોઈ મોટો નિર્ણય ન કરે તો કેટલાક વિસ્તારમાં જનતા લૉકડાઉન લાગી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને હૉસ્પીટલ હાઉસફૂલ થઈ રહી છે.

આ પણ વાંચો: 'હું એક સારો દીકરો ન બની શક્યો, ન કમાઈ શક્યો,' રાજકોટમાં મિકેનિકલ એન્જિનિયરનો આપઘાતસ્મશાનોમાં વેઇટિંગ

બીજી તરફ સુરતના સ્માશન ગૃહોમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ત્રણથી પાંચ કલાકનું વેઈટિંગ જોવા મળ્યું છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 800ને પાર કરી જવા છતાં શહેરમાં સવારે શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગરની ભીડ જોવા મળી રહી છે. આ ભીડને રોકવામાં પાલિકા અને પોલીસ તંત્ર નિષ્ફળ નિવડયું છે. આથી હવે લૉકડાઉન કે કડક કર્ફ્યૂ સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

આ પણ વાંચો: ફરી જોવા મળી 2020ની તસવીરો, લૉકડાઉનના ડરથી પ્રવાસી મજૂરોનું પલાયન

શહેરના ભટાર વિસ્તારમાં જાહેર રસ્તા પર "આઈ સપોર્ટ જનતા કર્ફ્યૂ"ના બેનરો લગાવીને લોકોને ઘરમાં રહીને સલામત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. હાલની સ્થિતિના કારણે લોકોના વેપાર-ધંધા પર પણ માઠી અસર પડી છે. જેના કારણે કેટલાક દુકાનદારો પોતાની દુકાન વહેલી બંધ કરી રહ્યાં છે. આવા વેપારીઓ એવું વિચારે છે કે આમ પણ વેપાર ધંધામાં મંદી છે, કારીગરોનો પગાર તથા અન્ય ખર્ચ કાઢવો પમ મુશ્કેલ છે. જો જનતા કર્ફ્યૂ કે સ્વૈચ્છિક લૉકડાઉન કરવામાં આવે તો સંક્રમણ અટકી શકે છે.

આ પણ વાંચો: 'મને બચાવી લો, તેઓ મારા હાથ બાંધીને લટકાવવા માંગે છે,' માતા પહોંચી ત્યારે દીકરી લટકી રહી હતી

કેન્દ્રની ટીમના સુરતમાં ધામા

સુરતના દિવસને દિવસે કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતી જાય છે. જેને લઇને કેન્દ્રની ટીમે સુરતમાં ધામા નાખ્યા છે. સુરતમાં ત્રણ વૈજ્ઞાનિકો ડોક્ટર અને પદાધિકારીઓ સહિત 12 સભ્યોની આવી પહોંચી છે. આ ટીમ સુરતના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે બેઠક કરી છે. પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર તરફથી ટીમને શહેરની સ્થિતિ અંગે વાકેફ કરવામાં આવી રહી છે.સિવિલને રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ફાળવાયો

સુરતમાં કોરોનાનાં દર્દીઓ માટે જરૂરી એવા રેમડેસિવિર ઇન્જેક્શનનો પાંચ હજારનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જે બાદમાં સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે આ ઇન્જેક્શન ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલા સંક્રમણના પગલે સુરતની તમામ હૉસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. આ સમયે સુરતમાં કોરોનાના દર્દીનો જીવ બચાવવા માટે જરૂરી એવા રેમડેસિવિર ઇન્જેક્શનો 5,000નો જથ્થો સુરતને ફાળવવામાં આવ્યો હતો. આ રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થામાંથી બે હજાર જેટલા ઇન્જેક્શન સુરત સિવિલ હૉસ્પિટલને ફાળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોને અલગથી ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:April 08, 2021, 13:58 pm

ટૉપ ન્યૂઝ