સુરત : કોરોના બેકાબૂ બનતા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બજાર સ્વેૈચ્છિક લૉકડાઉન તરફ, મોટા નિર્ણયો લેવાયા


Updated: July 13, 2020, 5:57 PM IST
સુરત : કોરોના બેકાબૂ બનતા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બજાર સ્વેૈચ્છિક લૉકડાઉન તરફ, મોટા નિર્ણયો લેવાયા
પ્રતિકાત્મક તસવીર

સુરતના ડાયમંડ એસોસિએશને 10 દિવસ સુધી હીરાના કારખાના, યુનિટો અને એકમો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ, 20 ટકા કાપડ વેપારીઓનું 30 જુલાઈ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય

  • Share this:
ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) એક પછી એક મોટા શહેરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે કોરોના સુરત (Surat) અને રાજકોટને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાના કારણે ઈટલી જેવી હાલત થવાના આરે છે, ત્યારે હીરા ઉધોગ (Diamond Industry) બાદ કાપડ માર્કેટને લઈને સ્વૈચ્છિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને નાથવા માટે કાપડ માર્કેટમાં વેપારીઓએ (Textile market) સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કર્યું છે.

સુરતના નાકોડા હરિઓમ માર્કેટની 1037 દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે સાંવરિયા માર્કેટની 1490 કાપડ દુકાનો બંધ છે. 20 ટકા કાપડ વેપારીઓનું 30 જુલાઈ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય સુરતના મિલેનિયમ માર્કેટ, સાંવરિયા માલામાં પણ લૉકડાઉન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, સંક્રમણ વધતા વેપારીઓ પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોવાની માહિતી પણ મળી રહી છે.

આ પણ વાંચો :  અમરેલીમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 24 કલાકમાં 29 નવા કેસ 3નાં મોત, જાણો ક્યા તાલુકામાં ફેલાયો વાયરસ

બીજી બાજુ સુરત ડાયમંડ એસોસિએશને તમામ હીરા કારખાનેદારોને એક અપીલ કરી છે. સુરતના ડાયમંડ એસોસિએશને 10 દિવસ સુધી હીરાના કારખાના, યુનિટો અને એકમો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં કુલ 1464 લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.ગુજરાતમાં કોરોના વાયરસ એક પછી એક મોટા શહેરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે કોરોના સુરત અને રાજકોટને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે.

સુરતમાં કોરોનાના કારણે ઈટલી જેવી હાલત થવાના આરે છે, ત્યારે હીરા ઉધોગ બાદ કાપડ માર્કેટને લઈને સ્વૈચ્છિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને નાથવા માટે કાપડ માર્કેટમાં વેપારીઓએ સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કર્યું છે. સુરતની મિલેનિયમ માર્કેટ, સાંવરિયા માલામાં પણ લૉકડાઉન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, સંક્રમણ વધતા વેપારીઓ પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોવાની માહિતી પણ મળી રહી છે.આ પણ વાંચો :  કોરોનાનો કહેર : સુરત બાદ હવે અમદાવાથી વડોદરા અને ભરૂચ વચ્ચે એસટી બસ સેવા બંધ કરવામાં આવી

બીજી બાજુ સુરત ડાયમંડ એસોસિએશને તમામ હીરા કારખાનેદારોને એક અપીલ કરી છે. સુરતના ડાયમંડ એસોસિએશને 10 દિવસ સુધી હીરાના કારખાના, યુનિટો અને એકમો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં કુલ 1464 લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.
Published by: Jay Mishra
First published: July 13, 2020, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading