Home /News /south-gujarat /

સુરત : 700 પરિવારોમાં ત્રણ કે તેથી વધુ સભ્યો Coronaની ઝપટમાં, ચિંતાજનક ટ્રેન્ડ

સુરત : 700 પરિવારોમાં ત્રણ કે તેથી વધુ સભ્યો Coronaની ઝપટમાં, ચિંતાજનક ટ્રેન્ડ

પ્રતિકાત્મતક તસવીર

સુરતમાં કોરોના વાયરસના આ ચિંતાજનક ટ્રેન્ડને જોતા તંત્ર દ્વારા આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો, શું ખરેખર વિસર્જનના કારણે ફરી આંકડા વધ્યા?

સુરતમાં હાલ આખે આખો પરિવાર કે પરિવારના મહત્તમ સભ્ય પોઝીટીવ હોય તેવો (surat coronavirus trend) ચિંતાજનક ટ્રેન્ડ શરૂ થયો છે. અત્યાર સુધીમાં સુરતમાં 700થી (More than 700 families found corona positives) વધુ પરિવારો એવા છે કે જેઓના ઘરમાં ત્રણ કે તેથી વધુ સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છે. એક કરતાં વધુ પોઝીટીવ સભ્યો હોય તેવા લોકો હોમ આઈસોલેશનના બદલે કોમ્યુનિટી આઈસોલેશન કે વધુ તકલીફ હોય તો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે. પોઝીટીવ દર્દીના ઘરમાં કોઈ અન્ય રોગ ધરાવતા સભ્યો હોય પણ તેઓને કોઈ લક્ષણ ન હોય તેમ છતાં અગમચેતીના અગમચેતીના ભાગરૂપે કો-મોર્બિડન સભ્યોનો ટેસ્ટ

સુરતમાં લોકડાઉનનો રહેણાંક વિસ્તારમાં ચુસ્તપણે અમલ કરવામા આવ્યો હતો. તેવા વિસ્તારમાં અનલોકમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ રાંદેર, અઠવા, સેન્ટ્રલ અને વરાછા તથા કતારગામ ઝોનમાં આખો પરિવાર કોરોનાગ્રસ્ત હોય તેવો નવો અને ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્ના છે. સુરતમાં અત્યાર સુધીમાં અંદાજિત 700 કરતાં વધુ પરિવારો એવા છે જેઓના ઘરમાં ત્રણ કે ત્રણથી વધુ પરિવારના સભ્યો પોઝીટીવ આવ્યા છે. પહેલાં તો પાલિકા તંત્રએ ઓછી તકલીફ હોય તેવા લોકો માટે હોમ આઈસોલેસનનો વિકલ્પ રાખ્યો હતો. પરંતુ પરિવારના એક કરતાં વધુ સભ્યો પોઝીટીવ હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડની અન્ય ગાઈડ લાઈનનો અમલ થતો નથી.

આ પણ વાંચો :   સુરત : બપોર સુધીમાં Coronaના કેસનો વિસ્ફોટ, 181 નવા કેસ, વિસર્જન બાદ ફરી સંક્રમણ વધ્યુ

જેના કારણે એક કરતાં વધુ સભ્ય પોઝીટીવ હોય તેવાને કોમ્યુનીટી આઈસોલેશનમાં સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્નાં છે. કોરોનાની ઘાતકતા નિવારવા માટે મ્યુનિ. તંત્રએ પોજીટીવ વ્યક્તિના ઘરમાં પ્રેશર, સુગર, કિડની કે અન્ય કોઈ બિમારી હોય તેવા સભ્યોને કોઈ લક્ષણ ન હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવાવનો નિર્ણય કર્યો છે. પરિવારના એક કરતાં વધુ સભ્યો કોરોના સંક્રમણમાં સપડાયા  હોય તેવા વિસ્તારને પાલિકા તંત્ર માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરે છે અને તેની ખાસ કાળજી પણ રાખી રહ્યા છે.

કોરોના પોઝીટીવ દર્દીના ઘરમાં 50 વર્ષથી મોટી ઉમર ધરાવતાં દર્દીને ટેસ્ટ કરવા સાથે કોમ્યુનીટી આઈસોલેશનમાં સિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં મ્યુનિ. તંત્રએ 250થી વધુ દર્દીઓને કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરી દીધા છે. આગામી દિવસોમાં પણ એક પરિવારના એક કરતા વધુ વ્યક્તિ પોઝીટીવ હોય તેવા પરિવારો પર ધ્યાન કેન્દ્રીત કરીને કોરોના સંક્રમણ તથા આક્રમકતા ઘટાડવા માટે કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચો :   રાજકોટ : 'દુકાનની અગાસી ઉપર લાશ પડી છે, શોધી લેજો', 3 મર્ડર કરનાર શખ્સની હત્યા

દરમિયાન સુરત શહેર સહિત જીલ્લામાં ફરીથી કોરોના વાયરસનો (Surat Corona cases) કહેર વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસનો આંકડો વધવાને કારણે તંત્રમાં ચિંતા જાવા મળી હતી. તે દરમ્યાન સોમવારે સુરતમાં 181 (7 September corona cases) કેસ નોંધાયા છે. આ સાથે શહેર - જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 22,786 પર પહોંચી છે.

કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થતાં કુલ મૃતાંક 843 થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં 19,291 લોકો ઘરે પરત ફર્યા છે. હાલ સિવીલ અને સ્મિમેર હોસ્પિટલમાં 269 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જયારે સિવીલ , સ્મિમેર સહિત અન્ય હોસ્પિટલોમાં 835 એકટીવ કેસો છે. દરમિયાન તંત્રએ જણાવ્યું છે કે સુરતમાં કોરોનાના વિસર્જનના કારણે દર્દીઓ વધ્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: Surat corona cases, ગુજરાતી ન્યૂઝ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन