coronavirus : સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત, વધુ 4 ક્લસ્ટર જાહેર થતા 2.5 લાખ લોકો ક્વૉરન્ટીન


Updated: April 24, 2020, 3:07 PM IST
coronavirus : સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત, વધુ 4 ક્લસ્ટર જાહેર થતા 2.5 લાખ લોકો ક્વૉરન્ટીન
સુરતના ક્લસ્ટર વિસ્તારમાં પાલિકા દ્વારા આ પ્રકારે કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં કોરોનાનો ભરડો, ધીરે ધીરે અમદાવાદ બાદ રાજ્યમાં સૌથી વધુ સુરતમાં નોંધાતા ચિંતા વધી

  • Share this:
સુરત : કોરોનાના પોઝિટીવ કેસ મળી આવતા સુરત મનપાએ ફુલપાડાની ધરતીનગર સહીતની સોસાયટી, ભેસ્તાન આવાસ, ડિંડોલી અને  ગોડાદરાને કલસ્ટર વિસ્તાર જાહેર કર્યો હતો. જેને પગલે આ વિસ્તારના ૫૧ હજારથી વધુ ઘરોમાં રહેતા ૨.૪૯ લાખ લોકોએ ફરજીયાત હોમ કવોરેન્ટાઇનનું પાલન કરવાનું રહશે.

કવોરેન્ટાઇનનો ભંગ કરનાર સામે સુરત મનપા શિક્ષાત્મક પગલા ભરશે. અત્યાર સુધી મનપા ૧૪ વિસ્તારોને કલસ્ટર ઝોન જાહેર કરાયા હતા. હવે વધુ ૪ વિસ્તારનો ઉમેરો થતા હવે શહેરના 17 વિસ્તારોને કલસ્ટર જાહેર કરાયા છે.સુરત શહેરમાં કોરોનાનો આંતક સતત વધતો જઇ રહ્યો છે. હોટસ્પોર્ટ વિસ્તારોમાંથી કોરોનાના વધુ પોઝિટીવ કેસો મળી આવતા મનપાની ચિંતામાં વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં કોરોનાના કેસ બમણા થવાનો દર યથાવત રહે તો 15મી મે સુધીમાં 50,000 કેસ નોંધાઈ શકે : નેહરા

સંક્રમણને કારણે કોરોનાના વાયરસ ફેલાઇ નહી તે માટે અસરગ્રસ્ત વિસ્તારોને મનપા દ્વારા કલસ્ટર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સધુ મનપા એ ૧૪ જેટલા વિસ્તારોને કલસ્ટર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ફુલપાડાની ધરતીનગર સહીતની સોસાયટી, ભેસ્તાન આવાસના એ-૪૨થી એ-૪૪ અને એ-૪૯થી એ-૫૧, ડિંડોલી અને  ગોડાદરાને કલસ્ટર વિસ્તાર જાહેર કર્યો હતો.  આ સાથે આ વિસ્તારોમાં અવર-જવર પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો :   કોરોના વાયરસ : એક્સપર્ટની ચેતવણી, ભારતમાં 10 અઠવાડિયાનું લૉકડાઉન જરૂરીકલસ્ટર ઝોન જાહેર થતા ડિંડોલીના ૨૫૫૮૧ ઘરમાં રહેતા 1,24910, ગોડાદરાના 24879 ઘરોમાં રહેતા 1,22154,  ફુલપાડાની ધરતીનગર, શ‌િક્તનગર, શિવનગર અને સોમનાથ સોસાયટીના 560 ઘરમાં રહેતા 2276 અને ભેસ્તાનના 96 આવાસમાં રહેતા 500 લોકોએ ફરજીયાત હોમ કવોરેન્ટાઇનનું પાલન કરવાનું રહશે. અન્યથા તેમની સામે ‌પોલિસ ફરીયાદ કરવામાં આવશે.

નવા કલસ્ટ વિસ્તારના ઘરોની અને રહીશોની સંખ્યા

ડિંડોલી 25,581,

ગોડાદરા 1,22, 154

ફુલપાડા 2276,

ભેસ્તાન આવાસ 96,500
First published: April 24, 2020, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading