Home /News /south-gujarat /સુરતમાં ભાવનાત્મક દ્રશ્ય : Coronaથી મૃત્યું પામેલા પિતાની અંતિમક્રિયા બાદ દીકરી થઈ બેભાન, Video વાયરલ

સુરતમાં ભાવનાત્મક દ્રશ્ય : Coronaથી મૃત્યું પામેલા પિતાની અંતિમક્રિયા બાદ દીકરી થઈ બેભાન, Video વાયરલ

પિતાની અંતિમક્રિયામાં દીકરી બેભાન થઈ

ઘણીવાર ભાવાત્મક દ્રશ્યો સર્જાતા હોય છે, જે જોઈ ભલ ભલાની આંખમાં પાણી લાવી દે છે, ત્યારે આવું વધુ એક દ્રશ્ય સુરત સ્મશાન ગુહમાં જોવા મળ્યું

સુરત : કોરોનાના કહેર વચ્ચે સુરતમાં મૃત્યુ પામતા લોકોને લઈને ઘણીવાર ભાવાત્મક દ્રશ્યો સર્જાતા હોય છે, જે જોઈ ભલ ભલાની આંખમાં પાણી લાવી દે છે, ત્યારે આવું વધુ એક દ્રશ્ય સુરત સ્મશાન ગુહમાં જોવા મળ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીસીયા વાયરલ થઇ રહ્યો છે.

કોરોના કાળમાં એક બાજુ લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોના લઈને મુત્યુ પામેલા પિતાની અંતિમ કિયા માટે પીપીઈ કીટ સાથે પહોંચેલી યુવતી પિતાની અંતિમ કિયા બાદ બેભાન થઇ ગઈ હતી. જોકે ગરમીમાં પીપીકિત પહેરેલી હોવાને લઈને આ યુવતી ડીહાઇડ્રેશનનો શિકાર થઇ હતી. પરંતુ, થોડા સમય માટે પરિવારજનોનો જીવ અદ્ધર થઈ ગયો હતો.

કોરોના કાળમાં રોજે-રોજ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે પોતાના સ્વજનનું છેલ્લી વાર મોઢુ જોવા અને તેની અંતિમ ક્રિયા માટે લોકો વલખા મારી રહ્યા છે. સુરતના જહાંગીરપુરા સ્મશાનનો એક વિડીયો સોશલ મીડિયામાં વાઇરલ થયો છે, જ્યાં પિતાનું કોરોનાને લઈને મોત થયું હતું. જોકે એકની એક પુત્રી પિતાની અંતિમ ક્રિયા માટે સ્મસ્મશાન ખાતે પહોંચી હતી.



પિતા કોરોના પોઝિટિવ હોવાને લઈને પિતાની અંતિમ ક્રિયા માટે આ યુવતીએ પીપીઈ કીટ પહેરી હતી. જોકે પીપીઈ કીટ પહેરીને યુવતીએ પિતાની ચિતાને અગ્નિદાહ પણ આપ્યો હતો. જોકે ત્યારબાદ આ યુવતી બેભાન થઈ ગઈ હતી. યુવતી અચાનક બેભાન થઈ જતા સ્મશાનમાં તેના સાવજનોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

જોકે, બાદમાં સામે આવ્યું કે, યુવતી બેભા થઇ જવા પાછળ વધુ ગરમીમાં પીપીઈ કીટના કારણે ડીહાઇડ્રેશનનો શિકાર થતા બેભાન થઇ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
First published: