સુરતમાં બપોર સુધીમાં Record Break 207 કેસ : Corona દર્દીની સંખ્યા 28 હજારને પાર પહોંચી


Updated: September 27, 2020, 3:48 PM IST
સુરતમાં બપોર સુધીમાં Record Break 207 કેસ :  Corona દર્દીની સંખ્યા 28 હજારને પાર પહોંચી
બહારથી શહેરમાં આવી રહેલા પ્રવાસીઓની સંખ્યા. માર્કેટોમાં થતું સંક્રમણ. લોકો દ્વારા કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનો અમલ કરવામાં સરેઆમ ઉલ્લંઘનને લઈને મહામારી હવે ઘર ભાળી ગઈ

બહારથી શહેરમાં આવી રહેલા પ્રવાસીઓની સંખ્યા. માર્કેટોમાં થતું સંક્રમણ. લોકો દ્વારા કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનો અમલ કરવામાં સરેઆમ ઉલ્લંઘનને લઈને મહામારી હવે ઘર ભાળી ગઈ

  • Share this:
સુરત : કોરોના કાબૂમાં આવી રહ્યો છે એવા તંત્રના દાવાઓ વચ્ચે આજે રવિવારે બપોરે શહેરમાં ૧૦૨ અને જિલ્લામાં ૧૦૫ પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસની સંખ્યા ૨૮,૧૮૬ ઉપર પહોંચી છે જ્યારે કોરોનાની સારવાર માટે દાખલ કરાયેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક ૯૧૨ ઉપર પહોંચ્યો છે. વધતુ જતુ સંક્રમણ તંત્ર માટે અને શહેરીજનો માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સંક્રમણ વધતું જઈ રહ્યું છે એક તરફ તંત્રવાહકો કોરોનાવાયરસની કામગીરી સુદઢ રીતે કરવામાં આવી રહી હોવાના દાવાઓ કરી રહ્યા છે. પરંતુ બહારથી શહેરમાં આવી રહેલા પ્રવાસીઓની સંખ્યા. માર્કેટોમાં થતું સંક્રમણ. લોકો દ્વારા કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનો અમલ કરવામાં સરેઆમ ઉલ્લંઘનને લઈને મહામારી હવે ઘર ભાળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે બપોરે શહેરમાં ૧૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૨૦,૯૦૯ થવા જાય છે.

ગતરોજ કોરોના પોઝિટિવ સારવાર માટે દાખલ કરવામાં આવેલા દર્દીઓ પૈકીમાં શહેરમાં મૃત્યુ આંક ૬૬૮ ઉપર પહોંચ્યો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ મુજબ અઠવા ઝોન માં સર્વાધિક ૬૮. રાંદેર ઝોનમાં ૩૩. સેન્ટ્રલ ૧૫. વરાછા એ ઝોન ૦૯, વરાછા બી ઝોન ૧૦. કતારગામ ૨૬. લિંબાયત ૧૨. ઉધના ૦૭. પોઝિટિવ કેસો સામે આવ્યા છે. શહેરમાં કોરોના સંક્રમિત કેસોનો રિકવરી રેટ ૮૯.૮ ટકા જેટલો થયો છે.

આ પણ વાંચોસુરત : ખૂલાસો - લુમ્સના કારીગરની લૂંટના ઈરાદે થઈ હત્યા, ત્રણની ધરપકડ, જુઓ Live મર્ડર Video

જિલ્લામાં કોરોના સંકટ કાબૂમાં હોવાના તંત્રના દાવા વચ્ચે નવા કેસોની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચવા જઈ રહી છે રવિવારે બપોરે જિલ્લામાં ૧૦૫ સંક્રમિત કેસો સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર રિપોર્ટમાં ગત માસની ૨૭ મી ઓગસ્ટના રોજ ની સ્થિતિએ ૪૨૩૩ પોઝિટિવ કેસ હતા અને હાલ ની છેલ્લી સ્થિતિ એ કુલ પોઝિટિવ કેસનો આંકડો ૭૨૮૭ ઉપર પહોંચી ગયો છે એટલે કે જિલ્લામાં એક માસમાં ૩૦૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે એટલે કે કોરોના સંક્રમણ અતિ ગંભીર હોવાનું માની શકાય, અને જિલ્લામાં પ્રતિદિન ૧૦૨ પોઝિટિવ કેસ સરેરાશ નોંધાઈ રહ્યા છે.
જિલ્લામાં કોરોના વાયરસ પ્રમાણ વધતું જાય છે. તો બીજી તરફ મૃત્યુદરમાં ઘટાડો થતા રાહત છે કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન મોત થતાં જિલ્લામાં કુલ મોતનો આંકડો ૨૪૪ થયો છે. ગતરોજ નોંધાયેલા કેસો ની તાલુકા પ્રમાણે સ્થિતિ ઉપર મીટ માંડવામાં આવેતો ચોર્યાસી તાલુકામાં ૧૨. ઓલપાડ ૧૨. કામરેજ ૨૬. પલસાણા ૧૦. બારડોલી ૨૫. મહુવા ૪. માંડવી ૯.અને માંગરોળ તાલુકામાં ૧૦ કેસો નોંધાયા છે. અને આજે નોંધાયેલા બપોર સુધી ના કેસો શહેર-જિલ્લામાં ૨૮,૧૮૬ કુલ પોઝિટિવ કેસો થયા છે અને સારવાર દરમિયાન શહેર-જિલ્લામાં ૯૧૨ દર્દીઓએ દમ તોડી દીધા છે.
Published by: kiran mehta
First published: September 27, 2020, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading