સુરતમાં Corona કહેર: બપોર સુધીમાં 175 કેસ, મૃત્યુઆંક 900ને પાર


Updated: September 24, 2020, 4:15 PM IST
સુરતમાં Corona કહેર: બપોર સુધીમાં 175 કેસ, મૃત્યુઆંક 900ને પાર
ખાસ કરીને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા

ખાસ કરીને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા

  • Share this:
સુરતમાં કોરોનાના કાતિલ વાર સામે ગુરૂવારે બપોર સુધી ૧૭૫ કેસો નોધાયા છે. આ સાથે સુરત અને જીલ્લા મળી કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૨૭,૨૮૯ પર પહોચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક ૯૦૪ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૨૩,૬૮૫ લોકો ઘરે પરત ફર્યા છે. સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોધાયો છે. તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછા થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે.

ખાસ કરીને શહેરના કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમ્યાન ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં ૯૫ કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં ૨૦,૩૬૨ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. બપોર સુધી અધધ ૮૦ કેસ નોધાયા છે.

આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૬,૯૨૭ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૭,૨૮૯ પર પહોચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૯૦૪ના મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૨૩,૬૮૫ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ ૮૮ થી ૮૯ ટકા થયો છે.

આ પણ વાંચોસુરત: બેકાર બે રત્નકલાકારે પરિવારના ભરણપોષણ માટે દારૂના ધંધામાં ઝંપલાવ્યું, ખોટો રસ્તો ભારે પડ્યો

નવા નોધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ , કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ વિવિધ હોસ્પિટલોમાં ૭૮૧એકટીવ છે. જયારે સિવીલમાં ૧૨૫અને સ્મિમેરમાં ૧૦૮ દર્દીઓ સારવાર હેઠળ છે.
આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ કોરોન્ટાઇન ફેસીલીટીની વ્યવસ્થા ઉભી કરી છે. જેમા ૩૭,૬૯૩ લોકો કોરોન્ટાઇન હેઠળ છે. જયારે પાલિકા દ્વારા એસ.ઓ.પી.નું પાલન ન કરનારા ૪૬ હજાર જેટલા વ્યકિતઓ પાસેથી હમણાં સુધી ૧.૯૮ કરોડની રકમ દંડ સ્વરૂપે વસુલ કરી છે.
Published by: kiran mehta
First published: September 24, 2020, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading