સુરત Corona અપડેટ, બપોર સુધીમાં 161 કેસ, સીટીમાં 86 અને જિલ્લામાં 75 નવા દર્દી ઉમેરાયા


Updated: September 22, 2020, 3:45 PM IST
સુરત Corona અપડેટ, બપોર સુધીમાં 161 કેસ, સીટીમાં 86 અને જિલ્લામાં 75 નવા દર્દી ઉમેરાયા
કોરોનાએ તેની રફતાર તેજ કર્યા બાદ રીવર્સ ગેર મારવાનું નામ લેતો ન હોય તેમ આજે સવારે વધુ ૭૫ કેસ બહાર આવતા કેસની સંખ્યા ૬૬૯૨ ઉપર પહોંચી ગઈ છે.

કોરોનાએ તેની રફતાર તેજ કર્યા બાદ રીવર્સ ગેર મારવાનું નામ લેતો ન હોય તેમ આજે સવારે વધુ ૭૫ કેસ બહાર આવતા કેસની સંખ્યા ૬૬૯૨ ઉપર પહોંચી ગઈ છે.

  • Share this:
માંડ માંડ કાબુમાં આવેલા જીલવેણ કોરોનાઍ ફરીવાર સુરતમાં બેકાબુ બન્યો છે. રોજબરોજ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્ના છે. સુરત શહેરમાં આજે સવારે વધુ ૮૬ કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા ૨૦ હજારના ખુબજ નજીક પહોચી છે. તો જિલ્લામાં પણ કોરોનાએ તેની રફતાર તેજ કર્યા બાદ રીવર્સ ગેર મારવાનું નામ લેતો ન હોય તેમ આજે સવારે વધુ ૭૫ કેસ બહાર આવતા કેસની સંખ્યા ૬૬૯૨ ઉપર પહોંચી ગઈ છે.

સુરત શહેર જિલ્લામાં દિનપ્રતિદિન કેસની સંખ્યામાં વધારો થવા લાગતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જેમાં સુરત સીટીમાં અઠવા અને રાંદેર ઝોનંમાં જયારે જિલ્લામાં કામરેજ તાલુકામાં કેસોની સંખ્યા વધી રહી છે.

કોરોના મહામારીનું સંક્રમણ હવે શહેરી વિસ્તાર માંથી ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે, જેમાં કામરેજ તાલુકામાં અત્યાર સુધીમાં સોથી વધુ કેસો બહાર આવ્યા છે. જિલ્લામાં કેસોની સંખ્યા વધતા જતા આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી ગઇ છે. તેમજ આજે વિતેલા ૧૨ કલાકમાં સુરત શહેર જિલ્લામાં કોરોનાવાયરસ ના નવા ૧૬૪ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. સુરત શહેરમાં ૮૬ કોરોના પોઝિટિવ અને જિલ્લામાં ૭૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાવાયરસ ના સંક્રમિત કેસોની સંખ્યા ૨૬,૬૮૩ ઉપર પહોંચી છે.

શહેર-જિલ્લામાં મોતની સંખ્યા નો કુલ આંક ૮૯૮ ઉપર પહોંચ્યો છે. સુરતમાં કોરોના રોજ-બ-રોજ વિકરાળ બનતો જઇ રહ્ના હોય તેવી રીતે મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્ના છે. શહેરમાં બપોરે કોરોના પોઝિટિવ કેસોના ૮૬ દર્દી નોંધાયા હતા સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દી ની કુલ સંખ્યા ૧૯,૯૯૧ નોધાઇ હતી.

સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોનાવાયરસ ના નવા ૭૫ પોઝિટિવ કેસ નોંધાતા સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઅોની સંખ્યા ૬,૬૯૨ ઉપર પહોંચી ગઇ છે. જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના સંક્રમિત કેસોની ચેઇન તોડવા માટે અથાગ ­યાસો કરી રહી છે છતાં કોરોનાવાયરસ કાબૂમાં આવતો નથી. વધતી જતી કેસોની સંખ્યા ને લઇને લોકો માટે ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે.
Published by: kiran mehta
First published: September 22, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading