સુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર દોડતું થયું


Updated: September 20, 2020, 4:54 PM IST
સુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર દોડતું થયું
પ્રતિકાત્મક તસવીર

સુરતની દશા અને દિશા બગાડી નાખનારો કોરોના રોજ-બ-રોજ વિકરાળ બનતો જઈ રહ્યો હોય તેવી રીતે મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યો છે.

  • Share this:
સુરત : કોરોના મહામારી નું સંક્રમણ હવે શહેરી વિસ્તાર માંથી ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે ગતરોજ ઉમરપાડા વિસ્તારમાં લાંબા સમય બાદ કોરોનાનો રાફડો ફાટીને એક સાથે ૧૩ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી ગઈ છે. તેમજ આજે વિતેલા ૧૨ કલાકમાં સુરત શહેર જિલ્લામાં કોરોનાવાયરસના નવા ૧૮૦ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. સુરત શહેરમાં ૯૨ કોરોના પોઝિટિવ અને જિલ્લામાં ૮૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાવાયરસ ના સંક્રમિત કેસોની સંખ્યા૨૬,૧૩૭ ઉપર પહોંચી છે. શહેર-જિલ્લામાં મોતની સંખ્યાનો કુલ આંક ૮૯૨ ઉપર પહોંચ્યો છે.

સુરતની દશા અને દિશા બગાડી નાખનારો કોરોના રોજ-બ-રોજ વિકરાળ બનતો જઈ રહ્યો હોય તેવી રીતે મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યો છે. શહેરમાં બપોરે કોરોના પોઝિટિવ કેસોના ૯૨ દર્દી નોંધાયા હતા સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દી ની કુલ સંખ્યા ૧૯,૬૪૫ નોધાઈ હતી. મહાનગરપાલિકા દ્વારા દરરોજ ફિક્સ કરેલા આંકડા મુજબ કેસ જાહેર કરવાનું નક્કી કરાયું હોય તેમ ૧૬૦ થી ૧૭૫ની આસપાસ કેસ જાહેર કરવામાં આવી રહ્યા છે. હવે તો મનપા કરતાં પણ શહેરીજનો કહી દે છે કે આજના કેટલા કેસ હશે. આ પાછળ શહેરીજનો એવો તર્ક લગાવી રહ્યા છે કે મનપા દરરોજ બપોરે ૭૦ થી ૮૯ આસપાસ અને સાંજે ૧૬૦ થી૧૭૦ કેસ જાહેર કરતી હોવાથી અમને ખબર પડી જાય છે કે આજે કેટલા કેસ હશે.

સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોનાવાયરસ ના નવા ૮૮ પોઝિટિવ કેસ નોંધાતા સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૬,૪૯૨ ઉપર પહોંચી ગઈ છે. લાંબા સમય બાદ હવે જિલ્લાના છેવાડાના ઉમરપાડા તાલુકામાં કોરોનાનો રાફડો ફાટયો છે. અને ગતરોજ પ્રથમવાર મોટી સંખ્યામાં ૧૩ કેસ નોંધાતા દોડધામ મચી છે.


જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના સંક્રમિત કેસોની ચેઈન તોડવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. છતાં કોરોનાવાયરસ કાબૂમાં આવતો નથી. વધતી જતી કેસોની સંખ્યા ને લઈને લોકો માટે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કુલ મોતની સંખ્યા ૨૩૫ ઉપર પહોંચી છે દરમિયાન ગતરોજ શહેર-જિલ્લામાં ૨૬૬ દર્દીઓને રજા આપવામાં આવતા ફુલ ડિસ્ચાર્જ ૨૨,૫૬૮ અને એક્ટિવ કેસ ૨૪૯૭ હોવાનું જાહેર કરવામાં આવ્યુ છે.
Published by: kiran mehta
First published: September 20, 2020, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading