Home /News /south-gujarat /સુરત : કોરોનાની સારવાર લઈ રહેલી યુવતીનો વીડિયો વાયરલ, સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ

સુરત : કોરોનાની સારવાર લઈ રહેલી યુવતીનો વીડિયો વાયરલ, સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ

સિવિલ ખાતે દાખલ યુવતીનો વીડિયો વાયરલ.

"મને અશક્તિ હોવા છતાં કોઈ બાથરૂમ જવા મદદ કરતું નથી. હાથ સાફ કરવા સેનિટાઈઝર આપવામાં આવતું ન મારે ગંદા હાથે ભોજન લેવું પડે છે."

સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને પગલે હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાની સારવાર માટે દરેક જિલ્લામાં કોવિડ હૉસ્પિટલ (Surat Covid Hospital) ઊભી કરવામાં આવી છે. સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે નવાગામની એક યુવતી (Corona Positive Girl)ને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. યુવતીના પરિવારને સમરસ હૉસ્ટેલ ખાતે ક્વોરન્ટીન (Surat Samras Hostel) કરવામાં આવ્યો છે. આખા પરિવારને ક્વૉરન્ટી કરવામાં આવ્યો હોવાથી યુવતીને દેખરેખ માટે સિવિલ ખાતે કોઈ હાજર નથી. બીજી તરફ યુવતી તરફથી એક વીડિયો વાયરલ કરીને તેણે હૉસ્પિટલ ખાતે કોઈ જ સુવિધા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ (Surat Corona Positive Patient Viral Video) થયા બાદ તંત્ર દોડતું થયું છે.

કોરોનાના પોઝિટિવ દર્દીઓને સુરતની સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે. અહીં થોડા દિવસ પહેલા એક દર્દીએ જમવાનું ન મળવા અને ખરાબ જમવાનું મળવા બાબતે એક વીડિયો વાયરલ કર્યો હતો. જે બાદમાં મજુરાના ધારાસભ્ય તરફી દર્દી માટે એક હૉટલમાંથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વાતને થોડા જ દિવસ થયા છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો : રાજકોટ : કોરોના પોઝિટિવ મહિલાની ડિલિવરી, બાળકનો પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો



ગત 22 તારીખે નવાગામ ડીંડોલી વિસ્તારની 24 વર્ષની યુવતીને સારવાર માટે સિવિલના ઈ-2 વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આ યુવતીને સારવાર માટે દાખલ કરાયા બાદ પરિવારને ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. યુવતીએ સિવિલ હૉસ્પિટલની સુવિધા પર આરોપ લગાવતાં કહ્યું છે કે, "અહીં કોઈ ધ્યાન આપતું નથી. મને અશક્તિ હોવા છતાં કોઈ બાથરૂમ જવા મદદ કરતું નથી. હાથ સાફ કરવા સેનિટાઈઝર આપવામાં આવતું ન હોવાથી મારે ગંદા હાથે ભોજન કરવું પડે છે."

યુવતીએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારા આખા પરિવારને ક્વૉરન્ટીન કરાયો હોવાથી મને ઘરેથી કોઈ મદદ મળતી નથી. સિવિલમાં મારી કાળજી લેવાવાળું વોર્ડમાં કોઈ નથી. શરીર દુઃખવા અને તાવની ફરિયાદ કર્યા બાદ પણ કોઈ ડૉક્ટર ધ્યાન નથી આપતું. બાથરૂમ જવા માટે પણ કોઈ મદદ નથી કરતું. સેનિટાઈઝર માગ્યું તો એ પણ નથી આપવામાં આવતું. ગઈકાલ રાતથી ધ્રુજારી અને તાવ આવે છે. વારંવાર કહ્યા બાદ ડૉક્ટર બોટલ ચઢાવી ચાલ્યા ગયાં હતાં. મારી તબિયત વધારે બગડી રહી છે. શરીર પણ વધુ દુઃખી રહ્યું છે."

આ પણ વાંચો : સુરત : ખાનગી દવાખાનાએ કાઢી મૂક્યા બાદ મહિલાએ રોડ પર પુત્રને જન્મ આપ્યો

યુવતીના આવા આક્ષેપનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું છે. આ વીડિયો સિવિલના એક તબીબના ધ્યાનમાં આવતા તેઓ જાતે જ યુવતી પાસે દોડી ગયા હતા અને તેને તમામ સમસ્યા દૂર કરવાની બાંહેધી આપી હતી.
First published:

Tags: Coronavirus, COVID-19, વાયરલ વીડિયો, સુરત, હોસ્પિટલ