સુરત: 24 કલાકમાં 218 Corona પોઝિટિવ કેસ, મોતનો આંકડો 1000ને પાર, ક્યા વિસ્તારમાં કેટલા કેસ?


Updated: October 30, 2020, 11:12 PM IST
સુરત: 24 કલાકમાં 218 Corona પોઝિટિવ કેસ, મોતનો આંકડો 1000ને પાર, ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
પ્રતિકાત્મક તસવીર

કુલ દર્દી સંખ્યા 36669 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1005 થયો છે.

  • Share this:
સુરત: શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 218 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 165 જયારે ગ્રામીણ વિસ્તારમાં 53 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 36669 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1005 પર પહોંચ્યો છે, તેવામાં આજે 248 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 218 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 165 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 26631 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 53 કેસ સાથે દર્દી સંખ્યા 10038 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 36669 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1005 થયો છે. જેમાંથી 277 મૃત્યુ જિલ્લાના છે અને 728 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 174 જ્યારે જિલ્લામાં આજે 74 દર્દીને રજા આપતા, કુલ 248 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 33988 જેમાં શહેર વિસ્તરમાં 24809 જયારે ગ્રામીય વિસ્તારના 9179 દર્દી છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 15, વરાછા એ ઝોનમાં 14, વરાછા બી 2 17, રાંદેર ઝોન 25, કતારગામ ઝોનમાં 26, લીબાયત ઝોનમાં 14, ઉધના ઝોનમાં 16 અને અથવા ઝોનમાં 38 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહીયુ છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છેજિલ્લામાં ક્યાં કેટલા કેસ

જિલ્લામાં ચોર્યાસી 9 ઓલપાડ 8 કામરેજ 17, પલસાણા 13, બારડોલી 0, મહુવા 2, માંડવી 0 અને માંગરોળ 4 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. જેને પગલે પોઝિટિવ કેસ વધુ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: October 30, 2020, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading