Home /News /south-gujarat /

સુરત તંત્ર ઘુંટણીએ! 24 કલાકમાં વધુ 299ને ચોંટ્યો Corona, વરાછા અને રાંદેરમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

સુરત તંત્ર ઘુંટણીએ! 24 કલાકમાં વધુ 299ને ચોંટ્યો Corona, વરાછા અને રાંદેરમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 299 દર્દી નોંધાયા છે

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 299 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 201 જયારે ગ્રામીણ વિસ્તારમાં 98 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 12268 પર પહોંચી છે, જયારે આજે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 544 પર પહોંચ્યો છે, તેવામાં આજે 187 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 299 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 201 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 9930 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 98 કેસ સાથે દર્દી સંખ્યા 2338 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 12268 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 12 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 544 થયો છે. જેમાંથી 88 મૃત્યુ જિલ્લાના છે અને 456 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 114 જ્યારે જિલ્લામાં આજે 73 દર્દીને રજા આપતા, કુલ 187 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 8080 જેમાં ગ્રામીણ વિસ્તારના 1442 દર્દી છે.

આ પણ વાંચોસુરત: એસીડ પીધા બાદ બચી ગયો, તો આખરે હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી આપઘાત કરી લીધો

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 14, વરાછા એ ઝોનમાં 30, વરાછા બી 8, રાંદેર ઝોન 55, કતારગામ ઝોનમાં 17, લીંબાયત ઝોનમાં 9, ઉધના ઝોનમાં 21 અને અથવા ઝોનમાં 47 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્ર્મણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં ચોર્યાસી 13, ઓલપાડ 10, કામરેજ 26, પલસાણા 19, બારડોલી 23, મહુવા 6, માંડવી 1, માંગરોળમાં 10 કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona big updates, Surat corona bulletin, Surat corona cases, Surat corona fight, Surat corona updates, Surat corona virus cases

આગામી સમાચાર