સુરતમાં Corona બેકાબુ: 24 કલાકમાં આજે તો 300 પોઝિટિવ કેસ, તંત્ર દોડતું થયું, ક્યાં કેટલા કેસ?


Updated: September 25, 2020, 7:50 PM IST
સુરતમાં Corona બેકાબુ: 24 કલાકમાં આજે તો 300 પોઝિટિવ કેસ, તંત્ર દોડતું થયું, ક્યાં કેટલા કેસ?
અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

  • Share this:
સુરત: શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 300 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 184 જયારે ગ્રામીણ વિસ્તારમાં 116 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 27692 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 909 પર પહોંચ્યો છે, તેવામાં આજે 292 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 300 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 184 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 20627 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 116 કેસ સાથે દર્દી સંખ્યા 7065 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 27692 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 909 થયો છે. જેમાંથી 243 મૃત્યુ જિલ્લાના છે અને 666 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 182 જ્યારે જિલ્લામાં આજે 110 દર્દીને રજા આપતા, કુલ 292 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 24265 જેમાં ગ્રામીય વિસ્તારના 5769 દર્દી છે

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 13, વરાછા એ ઝોનમાં 21, વરાછા બી 2 12, રાંદેર ઝોન 33, કતારગામ ઝોનમાં 18, લીબાયત ઝોનમાં 15, ઉધના ઝોનમાં 15 અને અથવા ઝોનમાં 57 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહીયુ છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.જિલ્લામાં ક્યાં કેટલા કેસ

જિલ્લામાં ચોર્યાસી 16, ઓલપાડ 15 કામરેજ 20, પલસાણા 23 બારડોલી 18, મહુવા 6, માંડવી 5 અને માંગરોળ 13 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: September 25, 2020, 7:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading