સુરતમાં ફરી Corona વકર્યો, 24 કલાકમાં 277 કેસ, રત્નકલાકારોમાં વધતુ સંક્રમણ ચિંતાનો વિષય, ક્યાં કેટલા કેસ?


Updated: September 18, 2020, 9:27 PM IST
સુરતમાં ફરી Corona વકર્યો, 24 કલાકમાં 277 કેસ, રત્નકલાકારોમાં વધતુ સંક્રમણ ચિંતાનો વિષય, ક્યાં કેટલા કેસ?
પ્રતિકાત્મક તસવીર

થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 277 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 167 જયારે ગ્રામીણ વિસ્તારમાં 110 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 25682 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 887 પર પહોંચ્યો છે, તેવામાં આજે 245 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 277
દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 167 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 19385 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 110 કેસ સાથે દર્દી સંખ્યા 6297 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 25682 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 887 થયો છે. જેમાંથી 231 મૃત્યુ જિલ્લાના છે અને 656 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 159 જ્યારે જિલ્લામાં આજે 86 દર્દીને રજા આપતા, કુલ 245 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 22302 જેમાં ગ્રામીય વિસ્તારના 5071 દર્દી છે.

આ પણ વાંચો - સુરત: કતારગામમાં વ્યાજખોરની દાનત બગડી, વ્યાજે નાણાં લેનાર મહિલાની છેડતી કરી તમાચો માર્ચો
ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 09, વરાછા એ ઝોનમાં 18, વરાછા બી 2 16, રાંદેર ઝોન 29, કતારગામ ઝોનમાં 24, લીંબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 14 અને અથવા ઝોનમાં 40 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ ઘટી રહ્યું છે, પરંતુ ફરી રત્નકલાકારોમાં સંક્રમણ વધતા તંત્ર ચિંતિત છે, ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ

જિલ્લામાં ચોર્યાસી 12 ઓલપાડ 20 કામરેજ 21, પલસાણા 18, બારડોલી 22, મહુવા 5, માંડવી 4, અને માંગરોળ 5 અને ઉમરપાડા 3 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: September 18, 2020, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading