Home /News /south-gujarat /

સુરતમાં ફરી Corona વકર્યો: 24 કલાકમાં વધુ 251 કેસ, એક જ દિવસમાં 6ના મોત, તંત્ર દોડતું થયું

સુરતમાં ફરી Corona વકર્યો: 24 કલાકમાં વધુ 251 કેસ, એક જ દિવસમાં 6ના મોત, તંત્ર દોડતું થયું

ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્ર્મણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.

ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્ર્મણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 251 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 150 જયારે ગ્રામીણ વિસ્તારમાં 101 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 23862 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 861 પર પહોંચ્યો છે, તેવામાં આજે 238 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 251 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 150 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 18308 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 101 કેસ સાથે દર્દી સંખ્યા 5554 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 23862 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 861 થયો છે. જેમાંથી 219 મૃત્યુ જિલ્લાના છે અને 642 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 150 જ્યારે જિલ્લામાં આજે 88 દર્દીને રજા આપતા, કુલ 238 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 20516 જેમાં ગ્રામીણ વિસ્તારના 4422 દર્દી છે.

આ પણ વાંચોOMG! Video - સુરતમાં એક એવી ફરિયાદ નોંધાઈ, જે સાંભળી તમે પેટ પકડશો તો પણ હંસી રોકી નહીં શકો

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 09, વરાછા એ ઝોનમાં 12, વરાછા બી 2 08, રાંદેર ઝોન 28, કતારગામ ઝોનમાં 19, લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 13 અને અથવા ઝોનમાં 50 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્ર્મણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ

જિલ્લામાં ચોર્યાસીમાં 20, ઓલપાડ 12, કામરેજ 22, પલસાણા 17, બારડોલી 16, મહુવા 6, માંડવી 1 અને માંગરોળ 7 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona big updates, Surat corona bulletin, Surat corona cases, Surat corona deaths, Surat corona updates

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन