Home /News /south-gujarat /સુરત ફરી Corona વકર્યો! 24 કલાકમાં જ 295 કેસ, આજે 5 લોકોએ જીવ ગુમાવ્યો, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ
સુરત ફરી Corona વકર્યો! 24 કલાકમાં જ 295 કેસ, આજે 5 લોકોએ જીવ ગુમાવ્યો, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ
સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 295 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 185 જયારે ગ્રામીણ વિસ્તારમાં 110 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 22605 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 842 પર પહોંચ્યો છે, તેવામાં આજે 293 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 295 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 185 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 17545 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 110 કેસ સાથે દર્દી સંખ્યા 5060 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 22605 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 842 થયો છે. જેમાંથી 212 મૃત્યુ જિલ્લાના છે અને 630 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 240 જ્યારે જિલ્લામાં આજે 58 દર્દીને રજા આપતા, કુલ 293 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 19301 જેમાં ગ્રામ્ય વિસ્તારના 4124 દર્દી છે.
ક્યા વિસ્તારમાં કેટલા કેસ? - આજે સેન્ટ્રલ ઝોન 09, વરાછા એ ઝોનમાં 16, વરાછા બી 2 10, રાંદેર ઝોન 40, કતારગામ ઝોનમાં 22, લીંબાયત ઝોનમાં 16, ઉધના ઝોનમાં 14 અને અથવા ઝોનમાં 58 કેસ નોંધાયા.
જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ પરમાણુ ઘટી રહ્યું છે, ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યુ છે. ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોના ગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
જિલ્લામાં ક્યાં કેટલા કેસ - જિલ્લામાં ચોર્યાસીમાં 20, ઓલપાડ 13, કામરેજ 24, પલસાણા 11, બારડોલી 17, મહુવા 7, માંડવી 8, અને માંગરોળ 10 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.