Home /News /south-gujarat /

સુરતમાં ફરી Coronaએ ચિંતા વધારી! 24 કલાકમાં 271 કેસ, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ

સુરતમાં ફરી Coronaએ ચિંતા વધારી! 24 કલાકમાં 271 કેસ, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 271 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 271 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 181 જયારે ગ્રામીણ વિસ્તારમાં 90 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 22033 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 833 પર પહોંચ્યો છે, તેવામાં આજે 341 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 271 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 181 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 17175 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 90 કેસ સાથે દર્દી સંખ્યા 4858 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 22033 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 833 થયો છે. જેમાંથી 208 મૃત્યુ જિલ્લાના છે અને 625 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 285 જ્યારે જિલ્લામાં આજે 56 દર્દીને રજા આપતા, કુલ 341 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 18607 જેમાં ગ્રામીય વિસ્તારના 4002 દર્દી છે

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 15, વરાછા એ ઝોનમાં 13, વરાછા બી 2 13, રાંદેર ઝોન 31, કતારગામ ઝોનમાં 21, લીબાયત ઝોનમાં 12, ઉધના ઝોનમાં 18 અને અથવા ઝોનમાં 58 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ પરમાણુ ઘટી રહ્યુ છે, ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે. ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જિલ્લામાં ચોર્યાસી 20, ઓલપાડ 8, કામરેજ 12, પલસાણા 8, બારડોલી 25, મહુવા 6, માંડવી 1 અને માંગરોળ 10 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona big updates, Surat corona cases, Surat corona deaths, Surat corona updates, Surat corona virus cases

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन