સુરતમાં Corona યથાવત: 24 કલાકમાં 246 નવા કેસ, કોરોનાએ આજે વધુ 2 લોકોનો ભોગ લીધો

સુરતમાં Corona યથાવત: 24 કલાકમાં 246 નવા કેસ, કોરોનાએ આજે વધુ 2 લોકોનો ભોગ લીધો
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 207 જયારે ગ્રામીણ વિસ્તારમાં 39 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 44417 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1068 પર પહોંચ્યો

  • Share this:
સુરત: જિલ્લામાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 246 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 207 જયારે ગ્રામીણ વિસ્તારમાં 39 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 44417 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1068 પર પહોંચ્યો છે, તેવામાં આજે 296 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 246 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 207 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 32781 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 39 કેસ સાથે દર્દી સંખ્યા 11634 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 44417 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1068 થયો છે. જેમાંથી 282 મૃત્યુ જિલ્લાના છે અને 786 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 253 જ્યારે જિલ્લામાં આજે 61 દર્દીને રજા આપતા, કુલ 296 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 41558 જેમાં શહેર વિસ્તરમાં 30746 જયારે ગ્રામીય વિસ્તારના 10812 દર્દી છેક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 23 , વરાછા એ ઝોનમાં 18, વરાછા બી 2 20, રાંદેર ઝોન 38, કતારગામ ઝોનમાં 30, લીંબાયત ઝોનમાં 20, ઉધના ઝોનમાં 19 અને અથવા ઝોનમાં 39 કેસ નોંધાયા. જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે. ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે .

જિલ્લામાં ક્યાં કેટલા કેસ

જોકે જિલ્લામાં ચોર્યાસી 9, ઓલપાડ 5, કામરેજ 7, પલસાણા 3, બારડોલી 3, મહુવા 3, માંડવી 4 અને માંગરોળ 5 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:December 03, 2020, 21:22 pm

ટૉપ ન્યૂઝ