સુરતમાં ચિંતા વધી: Corona 'Part-2'માં આજે રેકોર્ડબ્રેક 289 પોઝિટિવ કેસ, મોતનો આંક 1050ને પાર

સુરતમાં ચિંતા વધી: Corona 'Part-2'માં આજે રેકોર્ડબ્રેક 289 પોઝિટિવ કેસ, મોતનો આંક 1050ને પાર
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 231 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 42528 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત  (Corona Death) સાથે મરણ આંક 1050 પર પહોંચ્યો

  • Share this:
સુરત: કોરોનાના દર્દી (Corona patient) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 289 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 231 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 42528 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત  (Corona Death) સાથે મરણ આંક 1050 પર પહોંચ્યો છે, તેવામાં આજે 199 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસ(Coronavirus) ને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 289 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 231 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 31257 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 58 કેસ સાથે દર્દી સંખ્યા 11271 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 42528 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1050 થયો છે. જેમાંથી 281 મૃત્યુ જિલ્લાના છે અને 769 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 178 જ્યારે જિલ્લામાં આજે 21 દર્દીને રજા આપતા, કુલ 199 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 39784 જેમાં શહેર વિસ્તરમાં 29302 જયારે ગ્રામીય વિસ્તારના 10482 દર્દી છે.

સુરત: કોરોના યોદ્ધા મરતા-મરતા પોતાની દિકરીના ડોકટર બનવાના સ્વપ્નનને પુર્ણ કરતા ગયા

સુરત: કોરોના યોદ્ધા મરતા-મરતા પોતાની દિકરીના ડોકટર બનવાના સ્વપ્નનને પુર્ણ કરતા ગયા

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 24, વરાછા એ ઝોનમાં 23, વરાછા બી 2 20, રાંદેર ઝોન 42, કતારગામ ઝોનમાં 38, લીબાયત ઝોનમાં 21, ઉધના ઝોનમાં 23 અને અથવા ઝોનમાં 40 કેસ નોંધાયા. જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહીયુ છે જેને પગલે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસી 16, ઓલપાડ 9, કામરેજ 14, પલસાણા 2, બારડોલી 8, મહુવા 1 માંડવી 5 અને માંગરોળ 3 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:November 26, 2020, 22:38 pm

टॉप स्टोरीज