Home /News /south-gujarat /

સુરતમાં કોરોના દર્દીઓને 5 સ્ટાર હોટલમાંથી મળશે જમવાનું, નહીં ચૂકવવો પડે એકપણ રૂપિયો

સુરતમાં કોરોના દર્દીઓને 5 સ્ટાર હોટલમાંથી મળશે જમવાનું, નહીં ચૂકવવો પડે એકપણ રૂપિયો

દર્દી દ્વારા તેમને યોગ્ય જમવાનું આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ સાથે એક વીડિયો દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી.

દર્દી દ્વારા તેમને યોગ્ય જમવાનું આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ સાથે એક વીડિયો દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી.

સુરત : કોરોના પોઝિટિવ દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન  5 સ્ટાર હોટલમાંથી જમવાની  વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, સારવાર માટે દાખલ થયેલા દર્દી દ્વારા તેમને યોગ્ય જમવાનું આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ સાથે એક વીડિયો દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ મજૂરાનાં ધારાસભ્યએ  દર્દીઓનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં ફાઈવ સ્ટાર હોટલ મેરિયટ દ્વારા દર્દીઓને ભોજન પહોંચાડવાની જવાબદારી ઉપાડવામાં આવી છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સતત કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં છેલ્લા બે દિવસમાં દર્દીનો વિસ્ફોટ થયો હોય તેવું કહેવામાં કોઈ બે મત નથી. ત્યારે સુરતમાં કરોના પોઝિટિવ આવેલા તમામ દર્દીને નવી સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવે છે. ત્યારે એક દર્દી દ્વારા તેમને જમવાનું આપવામાં આવે છે તે યોગ્ય નહિ હોવાની ફરિયાદડ વીડીયો દ્વારા કરવામાં આવી હતી. જોકે  શુક્રવારે કોરોના પોઝિટિવ સાથે ચિરાગ વિનુભાઈ ગઠિયા સિવિલમાં દાખલ થયા હતાં. જેમણે વોર્ડમાં જમવાનું યોગ્ય ન મળતું હોવાનો વીડિયો બનાવ્યો હતો. સાથે અન્ય દર્દીઓએ પણ આ જ વ્યથા રજૂ કરી હતી. જેથી નોડલ ઓફિસર મહેન્દ્ર પટેલ અને મજૂરાના ધારાસભ્યએ ભોજનની વ્યવસ્થા એક સંસ્થા દ્વારા કરી હતી. બાદમાં હોટલને વાત કરતાં આજે હોટલ મેરીયટ દ્વારા દર્દીઓને ભોજન પહોંચાડવાની જવાબદારી લેવામાં આવી છે.આજે આશરે 250 જેટલા દર્દી માટે હોટલ દ્વારા આ ડીસ ત્યાર કરીને દર્દીને પોહ્ચાડવામાં આવી હતી. જોકે, આ ડીસ તદ્દન મફતમાં આપવામાં આવી હતી. જોકે આજનુ જમવાનું જમીને દર્દીઓ પણ રાજી થઇ ગયા હતા. ત્યારે સિવિલને લઇને અનેક ફરિયાદ દર્દી દ્વારા કરવામાં આવે છે. ત્યારે એક ફરિયાદનો હલ આવ્યો છે અને બીજી અન્ય ફરિયાદ માં પલંગની ચાદર બદલવામાં ન આવી હોવાથી લઈ કેપેસીટી કરતા વધુ દર્દીને રૂમમાં રાખવા સુધીની નાની મોટી ફરિયાદો ઉઠતી રહે છે. તેનો પણ હલ લાવવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Corona patient, Coronavirus, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन